Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સુનીલ નારાયણે T20 ક્રિકેટમાં ૬૫૦ વિકેટ પૂરી કરી

સુનીલ નારાયણે T20 ક્રિકેટમાં ૬૫૦ વિકેટ પૂરી કરી

Published : 28 August, 2026 10:25 AM | IST | Cuba
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુનીલ નારાયણે T20 ક્રિકેટમાં ૬૫૦ વિકેટ પૂરી કરીને ખાસ સિદ્ધિ મેળવી છે. ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ તરફથી રમતાં તેણે સેન્ટ લુસિયા કિંગ્સ સામે જૉન કૅમ્પબેલને આઉટ કરીને આ આંકડો હાંસલ કર્યો.

સુનીલ નારાયણ

સુનીલ નારાયણ


૩૮ વર્ષના કૅરિબિયન સ્પિનર સુનીલ નારાયણે T20 ક્રિકેટમાં ૬૫૦ વિકેટ પૂરી કરી છે.અફઘાનિસ્તાનના યંગ સ્પિનર રાશિદ ખાને ઑગસ્ટ ૨૦૨૫માં ૪૭૮ ઇનિંગ્સમાં ૬૫૦ વિકેટ પૂરી કરી હતી. હાલમાં તેણે ફેબ્રુઆરી ૨૦૨૬માં ૫૧૨ ઇનિંગ્સમાં ૭૦૦ વિકેટ પૂરી કરી હતી. 
​​સુનીલ નારાયણે કૅરિબિયન પ્રીમિયર લીગમાં ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ તરફથી રમતાં સેન્ટ લુસિયા કિંગ્સ સામેની મૅચમાં જૉન કૅમ્પબેલને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. ૬૧૧ T20 મૅચોની ૬૦૧ ઇનિંગ્સમાં ​​સુનીલ નારાયણે ૬૫૦ વિકેટ પૂરી કરી છે. 
૨૦૧૧થી ૨૦૧૯ વચ્ચે ઇન્ટરનૅશનલ ક્રિકેટની ૫૧ મૅચમાં તેણે બાવન વિકેટ લીધી હતી. વિશ્વની ૧૧ જેટલી T20 લીગમાં રમનાર સુનીલ નાયાયણે સૌથી વધુ વિકેટ IPLમાં લીધી છે. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ માટે ૨૦૨ મૅચમાં ૨૦૭ વિકેટ ઝડપી છે. એ પછી કૅરિબિયન પ્રીમિયર લીગની ૧૩૧ મૅચમાં તેણે ૧૩૭ વિકેટ લીધી છે.  


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2026 10:25 AM IST | Cuba | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK