અહેવાલ અનુસાર છેલ્લા કેટલાક સમયથી બૅન્ગલોરમાં આવેલી નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં ટ્રેઇનિંગ કરી રહેલા સૂર્યકુમારે ફિટનેસ-ટેસ્ટ પાસ કરી લીધી છે
સૂર્યકુમાર યાદવની પત્ની દેવિશા શેટ્ટી
ભારતીય T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવની પત્ની દેવિશા શેટ્ટીએ ગઈ કાલે પોતાની જપાનની ટ્રિપના ફોટો શૅર કર્યા હતા. આ ફોટોમાં બન્ને જપાનની રાજધાની ટોક્યોના રસ્તાઓ પર જોવા મળ્યાં હતાં. T20 એશિયા કપ 2025 પહેલાં ગયા અઠવાડિયે કૅપ્ટન સૂર્યાએ કરેલી આ ટ્રિપ મેડિકલ કામકાજ માટે કરવામાં આવી હોય એવી શક્યતા છે.
અહેવાલ અનુસાર છેલ્લા કેટલાક સમયથી બૅન્ગલોરમાં આવેલી નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં ટ્રેઇનિંગ કરી રહેલા સૂર્યકુમારે ફિટનેસ-ટેસ્ટ પાસ કરી લીધી છે અને તે આગામી ટુર્નામેન્ટમાં ભારતનું નેતૃત્વ કરવા માટે ફિટ છે.

