Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો નંબર વન બૅટર બન્યો ઝારખંડનો વિરાટ સિંહ

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો નંબર વન બૅટર બન્યો ઝારખંડનો વિરાટ સિંહ

Published : 21 November, 2026 08:50 AM | Modified : 21 November, 2026 08:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે ૬૦ રન ફટકારીને આ સિદ્ધિ સુધી પહોંચ્યો.

વિરાટ સિંહ

વિરાટ સિંહ


ગઈ કાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ટુર્નામેન્ટને પોતાનો નવો હાઇએસ્ટ રન-સ્કોરર મળ્યો હતો. કર્ણાટક સામે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઝારખંડે ૧૭૫ રન ચેઝ કરીને ૭ વિકેટે મૅચ જીતી હતી. આ મૅચમાં ૨૮ વર્ષના ડાબોડી બૅટર વિરાટ સિંહે ૩૪ બૉલમાં પાંચ ફોર, ૩ સિક્સની મદદથી અણનમ ૬૦ રન ફટકાર્યા હતા. 

બિહારમાં જન્મેલા વિરાટ સિંહે આ ટુર્નામેન્ટની આશરે ૯૯ મૅચોમાં ૧ સદી, ૨૧ ફિફટીની મદદથી ૨૯૭૮ રન કર્યા છે. અગાઉ મધ્ય પ્રદેશના હરપ્રીત ભાટિયાએ આ ટુર્નામેન્ટમાં ૨૦૧૦થી ૨૦૨૫ વચ્ચે ૧૦૦ મૅચોમાં ૨૧ ફિફ્ટીના આધારે ૨૯૬૮ રન કરીને નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું હતું.



૩૫ વર્ષનો આ ડાબોડી બૅટર હરપ્રીત ભાટિયા UAE શિફ્ટ થઈ ગયો છે. એપ્રિલ ૨૦૨૬માં UAE માટે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરીને તેણે ૧૨ વન-ડે મૅચમાં ૪૨૭ રન અને પાંચ T20 મૅચમાં ૪૨ રન કર્યા છે.


કલકત્તામાં મુંબઈ-વિદર્ભની મૅચ વરસાદમાં ધોવાઈ

કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ગઈ કાલે મુંબઈ અને વિદર્ભ વચ્ચે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મૅચ રદ્દ રહી હતી. ૮ ટીમો વચ્ચે આ બન્ને ટીમે ૪ મૅચોમાં ૧૪ પૉઇન્ટ સાથે ગ્રુપ Dમાં ટૉપ ટૂમાં સ્થાન જાળવી રાખ્યું છે. +૨.૬૧૮ના નેટ રન-રેટ સાથે મુંબઈ પ્રથમ ક્રમે છે.


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2026 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK