T20 વર્લ્ડ કપ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને શ્રીલંકામાં રમાવાનો છે
ફાઇલ તસવીર
ક્રિકેટ બોર્ડ દ્વારા ગઈ કાલે હેડ કોચ ગૌતમ ગંભીરના કોચિંગ-અનુભવ વિશેનો એક વિડિયો શૅર કરવામાં આવ્યો હતો. ગૌતમ ગંભીરે આગામી T20 વર્લ્ડ કપ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપતાં કહ્યું હતું કે ‘આ ખૂબ જ પારદર્શક અને પ્રામાણિક ડ્રેસિંગ રૂમ રહ્યો છે અને અમે ઇચ્છીએ છીએ કે આ ડ્રેસિંગ રૂમ એવો જ રહે. મને લાગે છે કે અમે હજી એ તબક્કે નથી જ્યાં અમે પોતાને T20 વર્લ્ડ કપ માટે બનવા માગીએ છીએ. આશા છે કે ખેલાડીઓ ફિટ રહેવાનું મહત્ત્વ સમજશે. અમારા ઇચ્છિત મુકામ પર પહોંચવા માટે હજી ત્રણ મહિના બાકી છે.’
T20 વર્લ્ડ કપ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને શ્રીલંકામાં રમાવાનો છે. ભારત આ ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે. ગંભીરના કોચિંગ હેઠળ ભારત હજી સુધી કોઈ T20 સિરીઝ હાર્યું નથી.
ADVERTISEMENT
મેન્સ T20 વર્લ્ડ કપના વેન્યુને લઈને મોટી અપડેટ
આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારા મેન્સ T20 વર્લ્ડ કપના વેન્યુને લઈને મોટી અપડેટ આવી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને કલકત્તાના ઈડન ગાર્ડન્સને સેમી ફાઇનલ માટે શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યાં છે. અહેવાલ અનુસાર મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, અમદાવાદ, કલકત્તા અને શ્રીલંકાના કોલંબો અને કૅન્ડી વર્લ્ડ કપ મૅચોની યજમાની કરશે.


