Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોલંબો ટેસ્ટ-મૅચના પહેલા જ દિવસે ટીમ ઇન્ડિયાએ પાંચ વિકેટે ૩૦૦ રન કર્યા

કોલંબો ટેસ્ટ-મૅચના પહેલા જ દિવસે ટીમ ઇન્ડિયાએ પાંચ વિકેટે ૩૦૦ રન કર્યા

Published : 24 August, 2026 01:59 PM | IST | Colombo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેવદત્ત પડિક્કલે ૧૧૭ રન કર્યા અને કૅપ્ટન શુભમન ગિલે ૫૦ રન નોંધાવ્યા

દેવદત્ત પડિક્કલે ૧૯૩ બૉલમાં ૧૨ ફોરની મદદથી ૧૧૭ રન કર્યા હતા

દેવદત્ત પડિક્કલે ૧૯૩ બૉલમાં ૧૨ ફોરની મદદથી ૧૧૭ રન કર્યા હતા


શ્રીલંકા સામે પહેલી મૅચ જીત્યા પછી ટીમ ઇન્ડિયાએ કોલંબો ટેસ્ટ-મૅચની પણ શાનદાર શરૂઆત કરી છે. બે ટેસ્ટ-મૅચની સિરીઝમાં ૧-૦થી આગળ ટીમ ઇન્ડિયાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કરી હતી. પહેલા દિવસના અંતે ૮૫ ઓવરની રમતમાં ભારતે પાંચ વિકેટ ગુમાવીને ૩૦૦ રન કર્યા હતા. 
ભારતીય ઓપનર્સ કે.એલ. રાહુલે ૩૩ બૉલમાં ૧૮ રન અને યશસ્વી જાયસવાલે ૫૩ બૉલમાં ૪૫ રન કરીને સારી શરૂઆત અપાવી હતી. દેવદત્ત પડિક્કલે ૧૯૩ બૉલમાં ૧૨ ફોરની મદદથી ૧૧૭ રન કર્યા હતા. છેલ્લે ૨૦૧૮-’૧૯માં ચેતેશ્વર પુજારાએ ત્રીજા ક્રમે બૅટિંગ કરીને વિદેશી જમીન પર ઑસ્ટ્રેલિયા સામે બૅક-ટુ-બૅક ટેસ્ટ-મૅચમાં સદી નોંધાવી હતી. દેવદત્ત પડિક્કલે પહેલી ટેસ્ટ-મૅચમાં ૧૬૭ રન નોંધાવ્યા હતા. 
કૅપ્ટન શુભમન ગિલે ૧૦૮ બૉલમાં ૬ ફોરની મદદથી ૫૦ રન કરીને ૩૦૦૦ ટેસ્ટ-રન પૂરા કર્યા હતા. રવીન્દ્ર જાડેજાએ ૮૩ બૉલમાં ૪ ફોરના આધારે ૪૩ રનનું યોગદાન આપ્યું હતું. ૧૫ બૉલમાં ત્રણ રન કરીને વિકેટકીપર-બૅટર રિષભ પંત રિટાયર્ડ હર્ટ થયો હતો. પુલ શૉર્ટ મારવા દરમ્યાન ડાબા હાથના કાંડામાં દુખાવો શરૂ થયો હતો. 
શ્રીલંકા માટે ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડોએ ૧૬ ઓવરમાં ૪૬ રન આપીને ૩ વિકેટ લીધી હતી. મીડિયમ ફાસ્ટ બોલર લાહિરુ કુમારા અને સ્પિનર કેશરા નુવંથાને એક-એક સફળતા મળી હતી.

યશસ્વી અને અસિથા ફર્નાન્ડો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ



શ્રીલંકાના ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડોએ ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલને બોલ્ડ કરીને ઉગ્ર ઉજવણી કરી હતી. આ ઉજવણીથી ઉશ્કેરાઈને યશસ્વી જાયસવાલે અસિથા ફર્નાન્ડોના ચહેરાની નજીક જઈને શાબ્દિક ઝઘડો શરૂ કર્યો હતો. શ્રીલંકાના ખેલાડીઓએ તેમને અલગ કરવા માટે દરમ્યાનગીરી કરીને પરિસ્થિતિને શાંત કરી હતી. 


૩૩ વર્ષ ૧૪૫ દિવસની ઉંમરે ભારત માટે ડેબ્યુ કર્યું સારાંશ જૈને

સ્પિનર સારાંશ જૈનને ગઈ કાલે અનુભવી સ્પિનર રવીન્દ્ર જાડેજાના હાથે ૩૨૦ નંબરની ડેબ્યુ ટેસ્ટ-કૅપ મળી હતી.૩૩ વર્ષ ૧૪૫ દિવસની ઉંમરે ભારત માટે ડેબ્યુ કરનાર સારાંશ જૈન મધ્ય પ્રદેશ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને અહીં સુધી પહોંચ્યો છે. 
સારાંશ જૈન ભારતનો ચોથો સૌથી મોટી ઉંમરવાળો ટેસ્ટ-ડેબ્યુ કરનાર ખેલાડીએ છે. રુસ્તમ જમશેદજીએ ૧૯૩૩માં ૪૧ વર્ષ ૨૭ દિવસે, સી. રામાસ્વામીએ ૧૯૩૬માં ૪૦ વર્ષ ૩૯ દિવસે, રૉબિન સિંહે ૧૯૯૮માં ૩૫ વર્ષ ૨૩ વર્ષની ઉંમરે ભારત માટે ટેસ્ટ-ડેબ્યુ કર્યું હતું.
મુરલી વિજય અને મોહમ્મદ શમી પછી સારાંશ જૈન ત્રીજો પ્લેયર છે જેણે IPLમાં રમવા પહેલાં જ ભારત માટે ડેબ્યુ કર્યું હોય. 


50

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં આટલી મૅચ રમનાર પહેલો ભારતીય બન્યો રવીન્દ્ર જાડેજા.

Whatsapp-channel Whatsapp-channel

24 August, 2026 01:59 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK