પાકિસ્તાન સામેની હાઈ-પ્રોફાઇલ મૅચ પહેલાં ભારતીય પ્લેયર્સ જબરદસ્ત મહેનત કરી રહ્યા છે. હાલમાં દુબઈમાં તમામ ભારતીય પ્લેયર્સ ૨૦, ૪૦ અને ૬૦ મીટરના અંતરાલવાળી ૧૨૦૦ મીટરની શટલ રનવાળી બ્રોન્કો ટેસ્ટ આપતા જોવા મળ્યા હતા.
ભારતીય પ્લેયર્સ બ્રોન્કો ટેસ્ટ આપતા જોવા મળ્યા
T20 એશિયા કપ 2025માં ૧૪ સપ્ટેમ્બરે યોજાનારી પાકિસ્તાન સામેની હાઈ-પ્રોફાઇલ મૅચ પહેલાં ભારતીય પ્લેયર્સ જબરદસ્ત મહેનત કરી રહ્યા છે. હાલમાં દુબઈમાં તમામ ભારતીય પ્લેયર્સ ૨૦, ૪૦ અને ૬૦ મીટરના અંતરાલવાળી ૧૨૦૦ મીટરની શટલ રનવાળી બ્રોન્કો ટેસ્ટ આપતા જોવા મળ્યા હતા. ભારતના સ્ટ્રેંગ્થ અને કન્ડિશનિંગ કોચ ઍડ્રિયન લે રૉક્સે રોકાયા વગર પાંચ વખત દોડવાની આ ફિટનેસ કસોટીની તમામ પ્લેયર્સને સંપૂર્ણ માહિતી આપી હતી. અન્ય સ્પોર્ટ સ્ટાફ સાથે તેણે તમામ પ્લેયર્સનો ઉત્સાહ વધાર્યો હતો.

