સંજય માંજરેકર પર કિંગ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ કર્યો કટાક્ષ...
વિરાટ કોહલીની મોટા ભાઈ વિકાસ કોહલી સાથેની ફાઇલ તસવીર
વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલીએ ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્તમાન કૉમેન્ટેટર સંજય માંજરેકર પર કરેલો એક કટાક્ષ હાલમાં ચર્ચામાં છે. સંજય માંજરેકરે વિરાટ કોહલીના ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના અને વન-ડેમાં રમવાનું ચાલુ રાખવાના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી હતી.
૬૦ વર્ષના સંજય માંજરેકરે કહ્યું હતું કે ‘વિરાટ કોહલીએ ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ નહોતી લેવી જોઈતી. હું વન-ડે ક્રિકેટ રમવાના તેના નિર્ણયથી વધુ નિરાશ છું, કારણ કે ટોચના ક્રમના બૅટ્સમૅન માટે એ સૌથી સરળ ફૉર્મેટ છે.’
ADVERTISEMENT
આ નિવેદનને કારણે વિકાસ કોહલીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ થ્રેડ પર લખ્યું કે ઐસા લગ રહા હૈ કિ લોગોં કી દાલ-રોટી નહીં ચલતી બીના વિરાટ કોહલી કા નામ લિએ હુએ. તેનો કહેવાનો અર્થ એ હતો કે કેટલાક લોકોનું ગુજરાન વિરાટ કોહલીનું નામ લીધા વગર નથી ચાલતું.


