Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વાનખેડે સ્ટેડિયમમાં રવિ શાસ્ત્રીના નામનું સ્ટૅન્ડ બનશે

વાનખેડે સ્ટેડિયમમાં રવિ શાસ્ત્રીના નામનું સ્ટૅન્ડ બનશે

Published : 01 March, 2026 11:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

MCAએ અન્ય ત્રણ ગેટના નામકરણનો પણ નિર્ણય લીધો

રવિ શાસ્ત્રી, દિલીપ સરદેસાઈ, એકનાથ સોલકર અને ડાયના એદલજી.

રવિ શાસ્ત્રી, દિલીપ સરદેસાઈ, એકનાથ સોલકર અને ડાયના એદલજી.


મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)એ મુંબઈના વાનખેડે સ્ટેડિયમના એક સ્ટૅન્ડ અને ૩ ગેટના નામકરણનો નિર્ણય લીધો છે. મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી ચૂકેલા ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ રવિ શાસ્ત્રીના નામ પર સ્ટૅન્ડ રાખવામાં આવશે. આ સ્ટૅન્ડ પ્રેસ-બૉક્સ નીચે સ્થિત લેવલ ૧ પર રહેશે. વાનખેડે સ્ટેડિયમના ગેટ નંબર-૩નું નામ ભારત માટે ૩૦ ટેસ્ટ-મૅચ રમનાર દિલીપ સરદેસાઈ, ગેટ-નંબર ૬નું નામ ભારતીય ટીમના શાનદાર ફીલ્ડર એકનાથ સોલકર અને ગેટ નંબર પાંચનું નામ ભારતનાં ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર ડાયના એદલજી પર રાખવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2026 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK