ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ-મૅચ દરમ્યાન તેણે ટીવી અમ્પાયરના નિર્ણયોની જાહેરમાં ટીકા કરીને ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) નિયમોમાં સુસંગતતા માટે હાકલ કરી હતી.
ડૅરેન સૅમી
વેસ્ટ ઇન્ડીઝનો ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને વર્તમાન ત્રણેય ફૉર્મેટનો હેડ કોચ ડૅરેન સૅમીને ટેસ્ટ-કોચ તરીકે પોતાની પહેલી જ મૅચમાં દંડનો સામનો કરવો પડ્યો છે. ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ-મૅચ દરમ્યાન તેણે ટીવી અમ્પાયરના નિર્ણયોની જાહેરમાં ટીકા કરીને ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) નિયમોમાં સુસંગતતા માટે હાકલ કરી હતી.
ડૅરેન સૅમીના વર્તન બદલ તેને ૧૫ ટકા મૅચ-ફીનો દંડ થયો છે અને એક ડીમેરિટ પૉઇન્ટ આપવામાં આવ્યો હતો. ત્રણ દિવસમાં ખતમ થયેલી આ ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ઝડપી બોલર જેડેન સીલ્સે ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સને આઉટ કરીને તેને પૅવિલિયન તરફ જવાનો ઇશારો કરતાં તેની પણ ૧૫ ટકા મૅચ-ફી કાપવામાં આવી હતી.

