અક્ષર જ્યારે પણ રમવા ઊતરે છે ત્યારે તેના પપ્પાની શક્તિ અને વિશ્વાસનો એક ભાગ તેની સાથે રાખે છે. એ ફક્ત બૅટ નથી એ કૃતજ્ઞતા, પ્રેમ અને વારસાનું પ્રતીક છે.
અક્ષર પટેલ તેના પિતા અને અક્ષર પટેલનો બૅટ
ભારતીય ઑલરાઉન્ડર અક્ષર પટેલે હાલમાં એક રસપ્રદ ખુલાસો કર્યો છે. તેની દરેક મૅચમાં તે DAD (પપ્પા) લખેલી બૅટથી જ રમે છે, કારણ કે જ્યારે અક્ષર સામાન્ય નોકરી કરીને જીવન જીવવાનું વિચારી રહ્યો હતો ત્યારે તેના પપ્પાએ તેને ક્રિકેટમાં કરીઅર બનાવવાની સલાહ આપી હતી.
ક્રિકેટમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાની સાથે તેમણે તેને દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં ટેકો આપ્યો હતો. એથી અક્ષર જ્યારે પણ રમવા ઊતરે છે ત્યારે તેના પપ્પાની શક્તિ અને વિશ્વાસનો એક ભાગ તેની સાથે રાખે છે. એ ફક્ત બૅટ નથી એ કૃતજ્ઞતા, પ્રેમ અને વારસાનું પ્રતીક છે.

