ફાઇનલ મૅચનું રિઝલ્ટ મેળવવા સુપર ઓવર રમાઈ હતી જેમાં પાકિસ્તાને માત્ર ૭ રનનો ટાર્ગેટ ૪ બૉલમાં ચેઝ કરીને ટ્રોફી જીતી હતી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
T20 મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 જીતીને પાકિસ્તાન આ ટુર્નામેન્ટ ૩ વાર જીતનાર પ્રથમ ટીમ બની છે. રવિવારે બંગલાદેશે પાકિસ્તાને આપેલા ૧૨૬ રનના ટાર્ગેટ સામે ૯ વિકેટે ૧૨૫ રન કરીને મૅચ ટાઇ કરી હતી. ફાઇનલ મૅચનું રિઝલ્ટ મેળવવા સુપર ઓવર રમાઈ હતી જેમાં પાકિસ્તાને માત્ર ૭ રનનો ટાર્ગેટ ૪ બૉલમાં ચેઝ કરીને ટ્રોફી જીતી હતી.
કતર ક્રિકેટ દ્વારા ચૅમ્પિયન ટીમના કૅપ્ટન મુહમ્મદ ઇરફાનને કાળા રંગનું કપડું પહેરાવ્યું હતું. બિષ્ટ નામના આ પોશાકને આદર અને સન્માનના પ્રતીક તરીકે પહેરાવવામાં આવે છે. આ પરંપરાગત પોશાક પહેરીને જ પાકિસ્તાની કૅપ્ટને સાથી-પ્લેયર્સ સાથે જીતની ઉજવણી કરી હતી. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા મોહસિન નકવીને આ ટુર્નામેન્ટની ટ્રોફી સફળતાપૂર્વક એનાયત કરવાની તક મળી હતી.


