Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કૅરિબિયનોના ૩૫૬-૧૦ના સ્કોર સામે બંગલાદેશે માત્ર ૫૧ રનની અંદર ત્રણ ટૉપ-ઑર્ડર બૅટર્સની વિકેટ ગુમાવી

કૅરિબિયનોના ૩૫૬-૧૦ના સ્કોર સામે બંગલાદેશે માત્ર ૫૧ રનની અંદર ત્રણ ટૉપ-ઑર્ડર બૅટર્સની વિકેટ ગુમાવી

Published : 07 November, 2026 11:20 AM | Modified : 07 November, 2026 11:39 AM | IST | Bangladesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગલાદેશની બૅટિંગ દરમ્યાન દિવસના અંતે તૌહિદ હૃદય ૮૦ બૉલમાં ૨૯ રન અને મુસ્તફિઝુર રહીમ ૫૬ બૉલમાં ૧૯ રન કરીને અંત સુધી ટકી રહ્યા હતા. ત્રણ કૅરિબિયન ફાસ્ટ બોલર્સને એક-એક વિકેટ મળી હતી.

ફાસ્ટ બોલર હસન મહમૂદે ૯૦ રન આપીને ૬ વિકેટ લીધી

ફાસ્ટ બોલર હસન મહમૂદે ૯૦ રન આપીને ૬ વિકેટ લીધી


બે ટેસ્ટ-મૅચની સિરીઝમાં ૧-૦થી આગળ વેસ્ટ ઇન્ડીઝે બીજી ટેસ્ટ-મૅચના બીજા દિવસના અંતે યજમાન બંગલાદેશ સામે પ્રભુત્વ મેળવ્યું હતું. પહેલી ઇનિંગ્સમાં કૅરિબિયન ટીમે ૧૦૬.૪ ઓવરમાં ૩૫૬-૧૦નો સ્કોર કર્યો હતો. બંગલાદેશે માત્ર ૫૧ રનના સ્કોરે ત્રણેય ટૉપ-ઑર્ડર બૅટર્સની વિકેટ ગુમાવ્યા પછી દિવસના અંતે ૪૦ ઓવરમાં ૮૮-૩ નો સ્કોર કર્યો હતો.

બીજા દિવસે મહેમાન ટીમે ૨૩૫-૪ના સ્કોરથી પહેલી ઇનિંગ્સ આગળ વધારી હતી. વિકેટકીપર-બૅટર આમિર જંગૂએ ૧૩ ફોર, બે સિક્સની મદદથી ૨૧૨ બૉલમાં ૧૩૩ રનની ઇનિંગ્સ રમી હતી. ત્યાર પછી જસ્ટિન ગ્રીવ્સે ૧૧૨ બૉલમાં ૪ ફોરને આધારે ૫૧ રન કર્યા હતા. હસન મહમૂદે ૨૪ ઓવરમાં ૯૦ રન આપીને ૬ વિકેટ લીધી હતી. તે ટેસ્ટ-ક્રિકેટમાં પાંચ વખત પાંચ વિકેટ લેનાર પહેલો બંગલાદેશી ફાસ્ટ બોલર બન્યો હતો.



બંગલાદેશની બૅટિંગ દરમ્યાન દિવસના અંતે તૌહિદ હૃદય ૮૦ બૉલમાં ૨૯ રન અને મુસ્તફિઝુર રહીમ ૫૬ બૉલમાં ૧૯ રન કરીને અંત સુધી ટકી રહ્યા હતા. ત્રણ કૅરિબિયન ફાસ્ટ બોલર્સને એક-એક વિકેટ મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2026 11:39 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK