યુપી વૉરિયર્સની આ ઑલરાઉન્ડર કહે છે કે...
દીપ્તિ શર્મા
વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ની પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ દીપ્તિ શર્માએ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં તેના પર લાગેલી ૩.૨ કરોડ રૂપિયાની ઊંચી બોલી વિશે રીઍક્શન આપ્યું છે. યુપી વૉરિયર્સની આ ઑલરાઉન્ડર કહે છે, ‘એનું મને કોઈ પ્રેશર નથી લાગતું. ચોક્કસપણે એનાથી મોટિવેશન મળે છે. ઊંચી બોલી લાગે છે ત્યારે ઘણા લોકોની નજર તમારા પર હોય છે અને તમે તમારી ટીમ માટે સારું પ્રદર્શન કરી શકો છો. હું એને પ્રેશર તરીકે નથી લેતી. હું એનો આનંદ માણવા માગું છું. યુપી વૉરિયર્સના માલિકોએ મારા પર ખૂબ વિશ્વાસ દેખાડ્યો છે. હું ટીમ માટે કંઈક સારું કરીશ, પછી ભલે એ બોલિંગ હોય કે બૅટિંગ.’


