Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શ્રીલંકાનો માહેલા જયવર્દને WPLમાં દિલ્હીનો ડિરેક્ટર ઑફ ક્રિકેટ બન્યો

શ્રીલંકાનો માહેલા જયવર્દને WPLમાં દિલ્હીનો ડિરેક્ટર ઑફ ક્રિકેટ બન્યો

Published : 21 November, 2026 09:18 AM | Modified : 21 November, 2026 09:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માહેલા જયવર્દને અગાઉ ૨૦૧૨ અને ૨૦૧૩ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સીઝન દરમ્યાન દિલ્હી કૅપિટલ્સ માટે રમી ચૂક્યો છે.

માહેલા જયવર્દન

માહેલા જયવર્દન


શ્રીલંકાના ભૂતપૂર્વ કૅપ્ટન માહેલા જયવર્દનેની આગામી વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) સીઝન માટે દિલ્હી કૅપિટલ્સના ડિરેક્ટર ઑફ ક્રિકેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ વર્ષે ઑક્ટોબરમાં ૪૯ વર્ષના માહેલા જયવર્દનેએ મુંબઈ ઇન્ડિયન્સના મુખ્ય કોચપદેથી રાજીનામું આપ્યું હતું.

દિલ્હી કૅપિટલ્સની ટીમ WPLની ચારેય સીઝનમાં રનરઅપ રહી છે. મેગ લૅનિંગની આગેવાનીમાં ટીમ પહેલી ત્રણેય સીઝનમાં ટેબલટૉપર રહી હતી. છેલ્લી સીઝનમાં જેમિમા રૉડ્રિગ્સની આગેવાનીમાં પાંચ ટીમો વચ્ચે આ ટીમ ત્રીજા ક્રમે રહી હતી.



માહેલા જયવર્દને અગાઉ ૨૦૧૨ અને ૨૦૧૩ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સીઝન દરમ્યાન દિલ્હી કૅપિટલ્સ માટે રમી ચૂક્યો છે. તેણે અગાઉ દિલ્હી કૅપિટલ્સ, કિંગ્લ ઇલેવન પંજાબ અને કોચી ટકર્સ કેરલા માટે કૅપ્ટન્સી પણ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2026 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK