સતત ત્રણ ફાઇનલ રમનાર કૅપ્ટન મેગ લૅનિંગને પણ રિલીઝ કરવામાં આવી, મુંબઈ-દિલ્હીએ પાંચ-પાંચ, જ્યારે યુપીએ માત્ર એક પ્લેયરને રીટેન કરી
ઍલિસા હીલી, દીપ્તિ શર્મા, લૉરા વૉલ્વાર્ટ
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ચોથી સીઝન માટે ગઈ કાલે પાંચેપાંચ ટીમે પોતે રીટેન કરેલા પ્લેયર્સનાં નામ જાહેર કર્યાં હતાં. દરેક ટીમ પાસે જૂની ટીમમાંથી પાંચ પ્લેયર્સને રીટેન કરવાની તક હતી જેમાંથી મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કૅપિટલ્સે પાંચ-પાંચ, રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ચાર, ગુજરાત જાયન્ટ્સે બે અને યુપી વૉરિયર્સે માત્ર એક પ્લેયરને રીટેન કરી છે.
મેગા ઑક્શન પહેલાં ટીમે વન-ડે વર્લ્ડ કપનાં સ્ટાર્સ સહિત કેટલાંક મોટાં નામને રિલીઝ કર્યાં છે. દિલ્હી કૅપિટલ્સે સતત ત્રણ ફાઇનલ સુધી પહોંચાડનાર કૅપ્ટન મેગ લૅનિંગને રિલીઝ કરી છે. વર્લ્ડ કપની સ્ટાર દીપ્તિ શર્મા, ઑસ્ટ્રેલિયાની કૅપ્ટન ઍલિસા હીલીને યુપી વૉરિયર્સે રિલીઝ કરી છે, જ્યારે સાઉથ આફ્રિકન કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટને ગુજરાત જાયન્ટ્સે રિલીઝ કરીને સૌને ચોંકાવી દીધા છે.
ADVERTISEMENT
નિયમ અનુસાર દરેક ટીમ વધુમાં વધુ ત્રણ કૅપ્ડ ભારતીય પ્લેયર્સ, બે વિદેશી પ્લેયર્સ અને બે અનકૅપ્ડ ભારતીય પ્લેયર્સને રીટેન કરી શકે છે. જો કોઈ ટીમ પાંચ પ્લેયર્સને રીટેન કરે તો ઓછામાં ઓછી એક અનકૅપ્ડ ભારતીય પ્લેયર હોવી જોઈએ. આ મહિનાના અંતે યોજાનારા મેગા ઑક્શનમાં રાઇટ ટુ મૅચ (RTM) કાર્ડ હેઠળ ટીમ પોતાના જૂના પ્લેયર્સને ફરી ટીમમાં સામેલ કરી શકશે. અહેવાલ અનુસાર ૨૭ નવેમ્બરે દિલ્હીમાં ઑક્શન યોજાશે.
રીટેન કરવામાં આવેલી પ્લેયર્સ
મુંબઈ ઇન્ડિયન્સ : નૅટ સિવર-બ્રન્ટ (૩.૫ કરોડ), હરમનપ્રીત કૌર (૨.૫ કરોડ), હેલી મૅથ્યુઝ (૧.૭૫ કરોડ), અમનજોત કૌર (૧ કરોડ), જી. કમલિની (૫૦ લાખ)
દિલ્હી કૅપિટલ્સ : જેમિમા રૉડ્રિગ્સ (૨.૨ કરોડ), શફાલી વર્મા (૨.૨ કરોડ), ઍનાબેલ સધરલૅન્ડ (૨.૨ કરોડ), મૅરિઝાન કેપ (૨.૨ કરોડ), નિકી પ્રસાદ (૫૦ લાખ)
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ : સ્મૃતિ માન્ધના (૩.૫ કરોડ), રિચા ઘોષ (૨.૭૫ કરોડ), એલિસ પેરી (બે કરોડ), શ્રેયંકા પાટીલ (૬૦ લાખ)
ગુજરાત જાયન્ટ્સ : ઍશ્લી ગાર્ડનર (૩.૫ કરોડ), બેથ મૂની (૨.૫ કરોડ)
યુપી વૉરિયર્સ : શ્વેતા સેહરાવત (૫૦ લાખ)
|
કઈ ટીમ પાસે કેટલા સ્લટ અને બજેટ બાકી? |
|
|
યુપી |
૧૭ સ્લૉટ, ૧૪.૫ કરોડ |
|
ગુજરાત |
૧૬ સ્લૉટ, ૯ કરોડ |
|
બૅન્ગલોર |
૧૪ સ્લૉટ, ૬.૧૫ કરોડ |
|
મુંબઈ |
૧૩ સ્લૉટ, ૫.૭૫ કરોડ |
|
દિલ્હી |
૧૩ સ્લૉટ, ૫.૭૦ કરોડ |


