પરંપરાગત કુરતામાં જોવા મળેલા ફતેહસિંહને કમેન્ટ-બૉક્સમાં ફૅન્સ તરફથી ઘણો પ્રેમ અને પ્રશંસા મળ્યાં હતાં.
ઝહીર-સાગરિકાએ ગણેશ ચતુર્થીએ દેખાડ્યો દીકરાનો ચહેરો
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાન અને ઍક્ટ્રેસ સાગરિકા ઘાટગેએ પોતાના દીકરા ફતેહસિંહ સાથે ઘરના મંદિરમાં પહેલી વાર ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી. આ વર્ષે એપ્રિલમાં જન્મેલા તેમના દીકરાનો ચહેરો તેમણે પહેલી વાર સોશ્યલ મીડિયા પર જાહેર કર્યો હતો. પરંપરાગત કુરતામાં જોવા મળેલા ફતેહસિંહને કમેન્ટ-બૉક્સમાં ફૅન્સ તરફથી ઘણો પ્રેમ અને પ્રશંસા મળ્યાં હતાં.

