૨૦૧૫માં તે ઇંગ્લૅન્ડમાં વિમેન્સ સુપર લીગ રમનાર ભારતની પહેલી મહિલા ફુટબૉલર બની એ તેના કરીઅરની સૌથી મોટી સિદ્ધિ હતી
ફુટબૉલ રમનારી પ્રથમ ભારતીય મહિલા અદિતિ ચૌહાણ
યુરોપમાં પ્રોફેશનલ ફુટબૉલ રમનારી પ્રથમ ભારતીય મહિલા અદિતિ ચૌહાણે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ૧૭ વર્ષની કરીઅરનો અંત આણીને ૩૨ વર્ષની આ ગોલકીપર મેદાનની બહાર કામ કરીને આગામી પેઢી માટે મજબૂત માર્ગ અને વાતાવરણ બનાવવા માગે છે. ચેન્નઈમાં જન્મેલી અદિતિએ ૫૭ મૅચમાં ભારતીય વિમેન્સ ફુટબૉલ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
૨૦૧૨, ૨૦૧૬ અને ૨૦૧૯માં સાઉથ એશિયન ફુટબૉલ ફેડરેશન (SAFF) વિમેન્સ ચૅમ્પિયનશિપ જીતનાર સિનિયર ટીમનો તે ભાગ રહી છે. ૨૦૧૫માં તે ઇંગ્લૅન્ડમાં વિમેન્સ સુપર લીગ રમનાર ભારતની પહેલી મહિલા ફુટબૉલર બની એ તેના કરીઅરની સૌથી મોટી સિદ્ધિ હતી. તેણે સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે, ‘મને આકાર આપવા, મારી કસોટી કરવા અને મને આગળ લઈ જવા બદલ ફુટબૉલનો આભાર.’

