સાઉથ એશિયન બૉડીબિલ્ડિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી લીધો
હિલાંગ યાજિક
ભુતાનના થિમ્પુમાં યોજાયેલી સાઉથ એશિયન બૉડીબિલ્ડિંગ ચૅમ્પિયનશિપમાં અરુણાચલ પ્રદેશની ૨૪ વર્ષની હિલાંગ યાજિકે ભારત માટે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.
ભુતાનના થિમ્પુમાં આયોજિત ૧૫મી સાઉથ એશિયન બૉડીબિલ્ડિંગ અને ફિઝિક સ્પોર્ટ્સ ચૅમ્પિયનશિપ ૧૧થી ૧૫ જૂન દરમ્યાન યોજાઈ હતી. તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા યાજિક આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવનાર અરુણાચલ પ્રદેશની પ્રથમ મહિલા ફિઝિક સ્પોર્ટ્સ ઍથ્લીટ બની છે જે રાજ્ય માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. યાજિકની સફળતા નૉર્થઈસ્ટના ખેલાડીઓની નવી પેઢીને શારીરિક રમતોમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપશે એવી અપેક્ષા છે.

