હૈદરાબાદની ૨૧ વર્ષની શૂટર ઈશા સિંહે એશિયન ગેમ્સ ૨૦૨૬માં મહિલાઓની ૨૫ મીટર પિસ્ટલમાં સિલ્વર મેડલ જીત્યો. આ સાથે એશિયન ગેમ્સમાં તેનો પાંચમો મેડલ થયો. ઈશાએ પાંચ શૂટ-ઑફનો સામનો કર્યો હતો.
ઈશા સિંહ
ભારતના હૈદરાબાદની ૨૧ વર્ષની શૂટર ઈશા સિંહે મહિલાઓની ૨૫ મીટર પિસ્ટલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને એશિયન ગેમ્સમાં પોતાનો પાંચમો મેડલ હાંસલ કર્યો છે. તેણે પાંચ ‘શૂટ-ઑફ’નો સામનો કર્યો અને અંતે માત્ર એક શૉટના તફાવતથી ગોલ્ડ મેડલ ચૂકી ગઈ.
ઈશાએ અગાઉ ૨૦૨૨ની એશિયન ગેમ્સમાં ચાર મેડલ જીત્યા હતા, જેમાં ૧૦ મીટર ઍર પિસ્ટલ અને ૨૫ મીટર પિસ્ટલ સ્પર્ધામાં વ્યક્તિગત સિલ્વર મેડલ, ૨૫ મીટર પિસ્ટલમાં ટીમ ગોલ્ડ અને ૧૦ મીટર ઍર પિસ્ટલમાં ટીમ સિલ્વર મેડલનો સમાવેશ થાય છે.
શૂટિંગ કરીઅરમાં જુનિયરથી સિનિયર લેવલની સ્પર્ધાઓમાં ભાગ લઈને તેણે ભારત માટે ૨૪ ગોલ્ડ, ૧૩ સિલ્વર અને પાંચ બ્રૉન્ઝ મેડલ જીત્યા છે.
બે વખતની ઑલિમ્પિક્સ મેડલ વિજેતા મનુ ભાકર આ સ્પર્ધાની ફાઇનલ માટે ક્વૉલિફાય થવામાં ૧૧મા સ્થાને રહીને નિષ્ફળ રહી હતી અને કોઈ પણ મેડલ જીત્યા વિના એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગઈ હતી. ઈશા આઠમા સ્થાને રહીને ફાઇનલમાં પહોંચી અને ભારતની આશાઓ જીવંત રાખી.
એશિયન ગેમ્સ 2026માં ભારતે હમણાં સુધી ૪ ગોલ્ડ, ૨૦ સિલ્વર, ૨૧ બ્રૉન્ઝ સહિત ૪૫ મેડલ જીત્યા.
