Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સાઉથ આફ્રિકા સામે ૯૨મી મિનિટે ગોલ કરીને વર્લ્ડ કપના રાઉન્ડ ઑફ 16માં પહોંચ્યું કૅનેડા

સાઉથ આફ્રિકા સામે ૯૨મી મિનિટે ગોલ કરીને વર્લ્ડ કપના રાઉન્ડ ઑફ 16માં પહોંચ્યું કૅનેડા

Published : 30 June, 2026 09:51 AM | IST | Los Angeles
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સહ-યજમાન કૅનેડાએ સ્ટૉપેજ ટાઇમમાં ૯૨મી મિનિટે ગોલ કરીને મૅચ જીતી હતી

સાઉથ આફ્રિકા સામે ૧-૦થી મેળવેલી જીતની ઉજવણી કરતા કૅનેડાના પ્લેયર્સ

સાઉથ આફ્રિકા સામે ૧-૦થી મેળવેલી જીતની ઉજવણી કરતા કૅનેડાના પ્લેયર્સ


લૉસ ઍન્જલસમાં ગઈ કાલે ફુટબૉલ વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઑફ 32ની શરૂઆત થઈ હતી. પહેલી વખત આ રાઉન્ડમાં રમનાર બન્ને ટીમે એકબીજાને શાનદાર ટક્કર આપી હતી. સહ-યજમાન કૅનેડાએ સ્ટૉપેજ ટાઇમમાં ૯૨મી મિનિટે ગોલ કરીને મૅચ જીતી હતી.

સાઉથ આફ્રિકા અગાઉના તમામ ૧૯૯૮, ૨૦૦૨ અને ૨૦૧૦ના વર્લ્ડ કપમાં ગ્રુપ-સ્ટેજ રાઉન્ડ રમીને જ બહાર થયું હતું. પહેલી વખત તેઓ નૉકઆઉટ રાઉન્ડ રમીને બહાર થયા છે. ૧૯૮૬ અને ૨૦૨૨ના વર્લ્ડ કપમાં ગ્રુપ-સ્ટેજ મૅચ રમીને બહાર થનાર કૅનેડા પહેલી વખત નૉકઆઉટ રાઉન્ડમાં રમી રહ્યું હતું. ૪ જુલાઈએ રાઉન્ડ ઑફ 16માં કૅનેડાની ટક્કર નેધરલૅન્ડ્સ અને મોરોક્કોની મૅચના વિજેતા સાથે થશે.



રાઉન્ડ ઑફ 32ની મૅચોનું શેડ્યુલ

તારીખ

ટીમો

સમય

૩૦ જૂન

જર્મની vs પૅરાગ્વે

મધરાતે બે

૩૦ જૂન

નેધરલૅન્ડ્સ vs મોરોક્કો

સવારે ૬.૩૦ 

૩૦ જૂન

આઇવરી કોસ્ટ vs નૉર્વે

રાતે ૧૦.૩૦

૧ જુલાઈ

ફ્રાન્સ vs સ્વીડન

મધરાતે ૨.૩૦

૧ જુલાઈ

મેક્સિકો vs એક્વડૉર

 સવારે ૬.૩૦

૧ જુલાઈ

ઇંગ્લૅન્ડ vs કૉન્ગો

રાતે ૯.૩૦

૨ જુલાઈ

બેલ્જિયમ vs સેનેગલ

મધરાતે ૧.૩૦

૨ જુલાઈ

અમેરિકા vs બોસ્નિયા-હર્ઝેગોવિના

સવારે ૫.૩૦

૩ જુલાઈ

સ્પેન vs ઑસ્ટ્રિયા

મધરાતે ૧૨.૩૦

૩ જુલાઈ

ક્રોએશિયા vs પોર્ટુગલ

સવારે ૪.૩૦

૩ જુલાઈ

સ્વિટ્ઝરલૅન્ડ vs અલ્જિરિયા

સવારે ૮.૩૦

૩ જુલાઈ

ઑસ્ટ્રેલિયા vs ઇજિપ્ત

બપોરે ૧૧.૩૦

૪ જુલાઈ

આર્જેન્ટિના vs કેપ વર્ડી

મધરાતે ૩.૩૦

૪ જુલાઈ

કોલોમ્બિયા vs ઘાના

સવારે ૭


 

નૉકઆઉટનો સંપૂર્ણ કાર્યક્રમ

નૉકઆઉટ સ્ટેજ

તારીખ

રાઉન્ડ ઑફ 32

૨૯ જૂનથી ૪ જુલાઈ

રાઉન્ડ ઑફ 16

૪થી ૮ જુલાઈ

ક્વૉર્ટર ફાઇનલ

૧૦થી ૧૨ જુલાઈ

સેમી-ફાઇનલ

૧૫ અને ૧૬ જુલાઈ

ત્રીજા સ્થાનની મૅચ

૧૯ જુલાઈ

ફાઇનલ

૨૦ જુલાઈ


 

Whatsapp-channel Whatsapp-channel

30 June, 2026 09:51 AM IST | Los Angeles | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK