દિલ્હીમાં ગઈ કાલે હૉકી ઇન્ડિયાની શતાબ્દી વર્ષની ઉજવણી દરમ્યાન હૉકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ 2025ની ટ્રોફી લૉન્ચ કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ ૨૮ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધી ચેન્નઈ અને મદુરાઈ દ્વારા સંયુક્ત રીતે યોજાશે.
હૉકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ ટ્રોફીની ૨૦ શહેરોની ટૂર શરૂ
દિલ્હીમાં ગઈ કાલે હૉકી ઇન્ડિયાની શતાબ્દી વર્ષની ઉજવણી દરમ્યાન હૉકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ 2025ની ટ્રોફી લૉન્ચ કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ ૨૮ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધી ચેન્નઈ અને મદુરાઈ દ્વારા સંયુક્ત રીતે યોજાશે. તામિલનાડુના નાયબ મુખ્ય પ્રધાન ઉદયનિધિ સ્ટૅલિન અને હૉકી ઇન્ડિયાના અધિકારીઓની હાજરીમાં ટ્રોફી-ટૂર શરૂ થઈ હતી. આ ટ્રોફી-ટૂર મહારાષ્ટ્રના પુણે સહિત ૨૦ શહેરોમાંથી પસાર થશે.


