ત્રણ દિવસીય રમતોત્સવમાં ૧૬ દેશોની ૨૮૦ રોબો ટીમોએ લીધો ભાગ : ટ્રેક ઍન્ડ ફીલ્ડ, ટેબલ ટેનિસ, સૉકર, કિક-બૉક્સિંગ જેવી રમતોમાં થશે મુકાબલો
ચીનના બીજિંગમાં શરૂ થઈ રોબો-ઑલિમ્પિક્સ
ચીનના બીજિંગમાં ગઈ કાલે હ્યુમનૉઇડ રોબોઝની વચ્ચે ઑલિમ્પિક્સ લેવલનો ખેલમહોત્સવ શરૂ થયો છે. એમાં અમેરિકા, બ્રાઝિલ, જર્મની, યુકે અને ચીન સહિત વિશ્વના ૧૬ દેશોમાંથી કુલ ૨૮૦ ટીમોએ ભાગ લીધો છે. દરેક રોબો ટ્રેક ઍન્ડ ફીલ્ડ, કિક-બૉક્સિંગ, ટેબલ ટેનિસ, ફુટબૉલ જેવી રમતો રમશે. આ રોબોઝને અલગ-અલગ ચીજો ઊંચકવી, દવાઓ છૂટી પાડવી જેવી ચૅલેન્જિસ પણ આપવામાં આવશે.
રોબો-ઑલિમ્પિક્સ જોવી હોય તો એ માટે ૧૫૬૦થી ૭૧૦૦ રૂપિયાની ટિકિટ લઈને જઈ શકાશે. જોકે આ રમતોત્સવમાં રોબોઝ દોડતાં-દોડતાં હાંફીને ગોઠીમડું ખાઈ જાય છે અને ફુટબૉલ રમતાં-રમતાં એકબીજા પર પડતાં ક્રશ થઈ ગયેલા પણ જોવા મળ્યા હતા.

