Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉક્સ-ઑફિસ પર સૈફ અલી ખાન અને દીકરી સારા વચ્ચે જંગ

બૉક્સ-ઑફિસ પર સૈફ અલી ખાન અને દીકરી સારા વચ્ચે જંગ

Published : 28 June, 2026 04:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૧ સપ્ટેમ્બરે હૈવાન અને ઉડતા તીર સાથે રિલીઝ થવાની છે

સૈફ અલી ખાન અને દીકરી સારા

સૈફ અલી ખાન અને દીકરી સારા


૧૧ સપ્ટેમ્બરે બૉક્સ-ઑફિસ પર બે મોટી ફિલ્મોની ટક્કર થવાની છે. પ્રિયદર્શનની સૈફ અલી ખાન અને અક્ષય કુમારને ચમકાવતી ‘હૈવાન’ની રિલીઝની તારીખ ગઈ કાલે જાહેર થઈ છે. આ ફિલ્મ ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ જ દિવસે આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની સ્પાય-કૉમેડી ફિલ્મ ‘ઉડતા તીર’ પણ રિલીઝ થવાની છે. બૉક્સ-ઑફિસ પર આ ટક્કર વધારે ખાસ છે કારણ કે ‘હૈવાન’માં સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે જ્યારે તેની દીકરી સારા અલી ખાન ‘ઉડતા તીર’માં લીડ રોલમાં છે. આમ બાપ અને દીકરીની ફિલ્મો બૉક્સ-ઑફિસ પર પહેલી વખત એક જ દિવસે સામસામે ટકરાશે. ‘હૈવાન’માં અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની લોકપ્રિય જોડી લગભગ ૧૮ વર્ષ બાદ ફરી મોટા પડદા પર પરત ફરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2026 04:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK