સ્ટાર ભારતીય શટલર લક્ષ્ય સેન ગઈ કાલે વર્ષની ચોથી સેમી ફાઇનલ મૅચ રમ્યો હતો
લક્ષ્ય સેન
સ્ટાર ભારતીય શટલર લક્ષ્ય સેન ગઈ કાલે વર્ષની ચોથી સેમી ફાઇનલ મૅચ રમ્યો હતો. ઑસ્ટ્રેલિયન ઓપન સુપર 500 મેન્સ સિંગલ્સની સેમી ફાઇનલમાં તેણે ચાઇનીઝ તાઇપેઇના પ્લેયરને ૮૬ મિનિટની મૅચમાં ૧૭-૨૧, ૨૪-૨૨, ૨૧-૧૬થી હરાવ્યો હતો. આજે તેની ફાઇનલ મૅચ જપાનના યુશી તનાકા સામે થશે. ૨૪ વર્ષનો લક્ષ્ય આ વર્ષે હૉન્ગકૉન્ગ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો, પરંતુ હાર મળી હતી. એથી આજે તેની નજર વર્ષનું પહેલું ટાઇટલ જીતવા પર રહેશે.


