ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે મેન્સ જુનિયર હૉકી એશિયા કપ ૨૦૨૬માં અજેય રહીને સેમી-ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. ૧૧ સપ્ટેમ્બરે ભારત મલેશિયા સામે અને પાકિસ્તાન સાઉથ કોરિયા સામે રમશે.
મેન્સ જુનિયર હૉકી એશિયા કપ 2026
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે ચીનમાં આયોજિત મેન્સ જુનિયર હૉકી એશિયા કપ 2026માં અજેય અભિયાન જાળવી રાખીને સીધી સેમી-ફાઇનલમાં એન્ટ્રી મેળવી હતી. ૧૧ સપ્ટેમ્બરે સેમી-ફાઇનલમાં ભારતની ટક્કર મલેશિયા સામે અને પાકિસ્તાનની ટક્કર સાઉથ કોરિયા સામે ટકરાશે.
મેન્સ ટીમ પૂલ Aની મૅચોમાં ઇન્ડોનેશિયા સામે ૧૪-૦થી, સાઉથ કોરિયા સામે ૭-૩થી જીત મેળવવાની સાથે જપાન સામે ૩-૩થી ડ્રૉ મૅચ રમી હતી. ગઈ કાલે ભારતીય મેન્સ ટીમે ચાઇનીઝ તાઇપેઇ સામે ૧૫-૦થી જીત નોંધાવીને ગ્રુપમાં પહેલું સ્થાન મેળવ્યું હતું. મેન્સ જુનિયર હૉકી એશિયા કપમાં પરંપરાગત ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડ નથી.
આજે પાકિસ્તાન સામે ભારતીય વિમેન્સ ટીમ ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમશે
ADVERTISEMENT
એલીટ અને ચૅલેન્જર્સ પૂલવાળા ફૉર્મેટમાં રમાઈ રહેલા વિમેન્સ જુનિયર હૉકી એશિયા કપમાં ભારતીય ટીમ આજે પાકિસ્તાન સામે ક્વૉર્ટર ફાઇનલમાં ટકરાશે. એલીટ ગ્રુપમાં ભારતે ૪ મૅચમાંથી ૩ જીત અને એક ડ્રૉ મૅચ સાથે પહેલું સ્થાન મેળવ્યું છે. ભારતની મહિલા ટીમે સાઉથ કોરિયા સામે ૪-૧, મલેશિયા સામે ૧૧-૧, જપાન સામે ૭-૦થી જીત નોંધાવી હતી. ગઈ કાલે ચીન સામેની અંતિમ મૅચ ૦-૦થી ડ્રૉ રહી હતી.
