નીરજ ચોપડાએ છેલ્લે પાંચમી જુલાઈએ બૅન્ગલોરમાં નીરજ ચોપડા ક્લાસિકમાં ભાગ લીધો હતો જ્યાં તે ૮૬.૧૮ મીટરનો થ્રો કરીને ટાઇટલ જીત્યો હતો
નીરજ ચોપડા
સ્ટાર ભારતીય જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા ૨૭-૨૮ ઑગસ્ટે સ્વિટ્ઝરલૅન્ડના ઝ્યુરિકમાં યોજાનારી ડાયમન્ડ લીગ 2025 ફાઇનલ માટે ક્વૉલિફાય થયો છે. તેણે ૧૬ ઑગસ્ટે પોલૅન્ડની ડાયમન્ડ લીગ મીટમાં ભાગ લીધો નહોતો અને ૨૨ ઑગસ્ટે બેલ્જિયમના બ્રસેલ્સ ડાયમન્ડ લીગ મીટમાં તેનું ભાગ લેવાનું હજી સ્પષ્ટ નથી. જોકે એનાથી કોઈ ફરક પડતો નથી, કારણ કે લીગના રૅન્કિંગ્સ અનુસાર તેણે બે મીટમાં ટૉપ-ટૂમાં રહીને ફાઇનલ માટે પોતાનું સ્થાન સીલ કરી દીધું છે.
નીરજ ચોપડાએ છેલ્લે પાંચમી જુલાઈએ બૅન્ગલોરમાં નીરજ ચોપડા ક્લાસિકમાં ભાગ લીધો હતો જ્યાં તે ૮૬.૧૮ મીટરનો થ્રો કરીને ટાઇટલ જીત્યો હતો. તે આગામી ૧૩થી ૨૧ સપ્ટેમ્બર દરમ્યાન જપાનના ટોક્સમાં યોજાનારી વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પોતાનું ટાઇટલ જાળવી રાખવા ઊતરશે.

