સબડ્યુરલ હેમેટોમા (મગજ અને ખોપરી વચ્ચે લોહી એકઠું થવાની સ્થિતિ) માટે તેની તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી, પરંતુ શુક્રવારે તેનું મૃત્યુ થયું હતું
શિગેતોશી કોટારી, હિરોમાસા ઉરાકાવા
જપાનની રાજધાની ટોક્યોથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક ટુર્નામેન્ટ દરમ્યાન કોરાકુએન હૉલમાં અલગ-અલગ મુકાબલામાં બે ૨૮ વર્ષના જપાની બૉક્સરોએ મગજમાં ઇન્જરીને કારણે જીવ ગુમાવ્યો છે. બે દિવસની અંદર બન્નેના મૃત્યુના સમાચારથી બૉક્સિંગ સમુદાયમાં સુરક્ષાનાં ધોરણો પર પુનર્વિચાર કરવાની માગણી ઊઠી છે.
બે ઑગસ્ટે શિગેતોશી કોટારી ૧૨ રાઉન્ડનો ડ્રૉ મુકાબલો પૂર્ણ કર્યા બાદ તરત જ પડી ગયો હતો. સબડ્યુરલ હેમેટોમા (મગજ અને ખોપરી વચ્ચે લોહી એકઠું થવાની સ્થિતિ) માટે તેની તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી, પરંતુ શુક્રવારે તેનું મૃત્યુ થયું હતું, જ્યારે શનિવારે હિરોમાસા ઉરાકાવાનું નૉકઆઉટ મૅચમાં હાર દરમ્યાન માથામાં ઇન્જરીને કારણે મૃત્યુ થયું. તેનો જીવ બચાવવા માટેના પ્રયાસ દરમ્યાન ક્રેનિયોટૉમી સર્જરી (ખોપરી ખોલીને) કરવામાં આવી હતી.

