ઇન્ડેક્સ ૫૩,૪૫૨ ખૂલીને ૫૪,૯૦૩ની ઉપલી અને ૫૩,૨૯૧ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ શુક્રવારે ફરીથી વધી હતી અને ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં બે ટકા (૧૦૭૧ પૉઇન્ટ) વધીને ૫૪,૫૨૩ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૫૩,૪૫૨ ખૂલીને ૫૪,૯૦૩ની ઉપલી અને ૫૩,૨૯૧ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના અવાલાંશ સિવાયના તમામ કૉઇન વધ્યા હતા, જેમાંથી સોલાના અને કાર્ડાનો અનુક્રમે ૧૪.૭૩ અને ૧૩.૮૨ ટકા સાથે ટોચના વધનારા હતા.
નોંધપાત્ર ઘટનામાં ભારતે કહ્યું છે કે ક્રિપ્ટોકરન્સી અને વેબ૩ને લગતો ખરડો વર્ષ ૨૦૨૫ના મધ્ય ભાગ સુધીમાં સંસદમાં રજૂ થવાની શક્યતા ઓછી છે. બીજી બાજુ, અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ ઉમેદવારો માટેની ચર્ચા દરમ્યાન ક્રિપ્ટોકરન્સીના મુદ્દે પણ ચર્ચા કરી હતી.

