આ કાર્ડ માટે એક્સચેન્જે કોઈ વાર્ષિક ફી કે વિદેશી વ્યવહાર માટેની ફી રાખી નથી. કાર્ડ ફક્ત અમેરિકન ગ્રાહકો માટે હોવાની જાહેરાત કરવામાં આવી છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ જેમિનીએ રિપલ, માસ્ટર કાર્ડ અને વેબબૅન્ક સાથે સહયોગ સાધીને એક્સઆરપી ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું છે. નોંધનીય છે કે અગાઉ આ એક્સચેન્જ બિટકૉઇન ક્રેડિટ કાર્ડ લૉન્ચ કરી ચૂક્યું છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ એક્સઆરપી કાર્ડથી વ્યવહાર કરનારા ધારકોને ઈંધણ, ઇલેક્ટ્રિક વાહનોનાં ચાર્જિંગ, રાઇડ શૅર પર દર મહિને મહત્તમ ૪ ટકા એક્સઆરપીનું કૅશબૅક આપવામાં આવશે. પછીથી એનું પ્રમાણ એક ટકો કરી દેવાશે. એ ઉપરાંત અમુક દુકાનોમાં ખરીદી કરવા પર વધારે કૅશબૅક પણ આપવામાં આવશે. આ કાર્ડ માટે એક્સચેન્જે કોઈ વાર્ષિક ફી કે વિદેશી વ્યવહાર માટેની ફી રાખી નથી. કાર્ડ ફક્ત અમેરિકન ગ્રાહકો માટે હોવાની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
દરમ્યાન સોમવારનો દિવસ વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં નરમાશનો હતો. કુલ માર્કેટકૅપ 2.07 ટકા ઘટીને 3.89 ટ્રિલ્યન ડૉલર થયું હતું. 24 કલાકના ગાળામાં બિટકૉઇનમાં 2.07 ટકાનો ઘટાડો થઈને 1,12,255 ડૉલરનો ભાવ થયો હતો. ઇથેરિયમમાં 3.34 ટકા ઘટીને ભાવ 4650 પર પહોંચ્યો હતો, જ્યારે એક્સઆરપીમાં 1.91 ટકાનો ઘટાડો થતાં ભાવ 2.96 ડૉલર થઈ ગયો હતો.

