Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ-નાસિક હાઇવે પર વધુ એક અકસ્માતઃ મોટા પથ્થર સાથે અથડાઈ કાર, ત્રણના મોત

મુંબઈ-નાસિક હાઇવે પર વધુ એક અકસ્માતઃ મોટા પથ્થર સાથે અથડાઈ કાર, ત્રણના મોત

Published : 04 September, 2025 02:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Road accident in Maharashtra: કસારા ઘાટ પાસે એક કાર મોટા પથ્થર સાથે અથડાતા થયો અકસ્માત; ત્રણ વ્યક્તિઓના મોત

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મહારાષ્ટ્ર (Maharashtra)ના મુંબઈ-નાસિક હાઇવે (Mumbai-Nashik highway) પર વધુ એક રોડ અકસ્માત (Road accident in Maharashtra) નોંધાયો છે. આ વખતે ત્રણ જણે જીવ ગુમાવ્યો છે.


પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના થાણે (Thane) જિલ્લામાં મુંબઈ-નાસિક હાઇવે પર એક મોટા પથ્થર સાથે કાર અથડાતા ત્રણ લોકોના મોત થયા હતા. સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે, આ અકસ્માત મંગળવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ કસારા ઘાટ (Kasara Ghat) વિસ્તારમાં એક હોટલ નજીક બન્યો હતો. અકસ્માતમાં ૩ લોકોનો જીવ ગયો છે.



કસારા પોલીસ સ્ટેશન (Kasara Police Station)ના સિનિયર ઈન્સ્પેક્ટર સુરેશ ગાવિત (Suresh Gavit)એ આ દુર્ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, બેદરકારી અને રફ ચલાવવામાં આવી રહેલી કાર વળાંક લેતી વખતે એક મોટા પથ્થર સાથે અથડાઈ હતી. આ ટક્કરમાં કારમાં સવાર ત્રણ મુસાફરોના મોત થયા હતા, જ્યારે ડ્રાઈવર ઘટનાસ્થળેથી કૂદીને ભાગી જવામાં સફળ રહ્યો હતો.


વધુમાં તેમણે કહ્યું કે, મૃતકોની ઓળખ રિયાઝ હૈસ્યત અલી (Riaz Haisyat Ali), અસદુલ્લાહ (Asadullah) અને અફઝલ (Afzal) તરીકે થઈ છે, જે બધા ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના છે અને તેમની ઉંમર ૩૦ થી ૩૫ વર્ષની વચ્ચે છે.

મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.


સિનિયર ઈન્સ્પેક્ટર સુરેશ ગાવિતે વધુમાં કહ્યું કે, પોલીસે કાર ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita) અને મોટર વાહન અધિનિયમ (Motor Vehicles Act)ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને આરોપીઓને શોધવાના પ્રયાસો ચાલુ છે.

આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

થાણેમાં ફ્લાયઓવર પર અકસ્માતમાં મોટરસાયકલ સવારનું મોત, કાર ચાલક ઘાયલ

બીજી એક ઘટનામાં, થાણે જિલ્લામાં બુધવારે સાંજે ફ્લાયઓવર પર થયેલા અકસ્માતમાં એક અજાણ્યા મોટરસાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું અને એક કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ભીવંડી-કલ્યાણ ફ્લાયઓવર (Bhiwandi-Kalyan flyover) ઉપર બે કાર સામસામે અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતની અંધાધૂંધીમાં, તે જ પુલ પર મુસાફરી કરી રહેલા એક મોટરસાયકલ સવારને એક વાહને ટક્કર મારી હતી. ટક્કરથી મોટરસાયકલ સવાર ઉંચા માળખા પરથી નીચે પટકાયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત દરમિયાન મોટરસાયકલ ચાલક પુલ પરથી નીચે પટકાયો. કમનસીબે, તેનું તાત્કાલિક મોત નીપજ્યું. કાર ચાલકોમાંથી એકને પણ ગંભીર ઈજા થઈ હતી અને હાલમાં તે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

હજુ સુધી કોઈ ઔપચારિક ગુનો નોંધવામાં આવ્યો નથી, અને અધિકારીઓ મૃતક મોટરસાયકલ સવારની ઓળખ થાય તે માટે સતત કામ કરી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

04 September, 2025 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK