Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪૭૭૫ અને નીચામાં ૨૪૪૭૮ નીચે ૨૪૪૦૯ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪૭૭૫ અને નીચામાં ૨૪૪૭૮ નીચે ૨૪૪૦૯ મહત્ત્વની સપાટીઓ

Published : 01 September, 2025 09:04 AM | IST | Mumbai
Ashok Trivedi

ટ્રમ્પ અને ટૅરિફમાં કોઈ રસ્તો નીકળે તો જ સંજોગ સુધરે, માટે નવું લેવામાં ઉતાવળ ન કરવી. ઉછાળા ફક્ત વેચાણકાપણીથી આવે છે અને બજાર ફરી નીચે આવે છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪૪૭૮ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૩૨૯.૭૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૪૫૬૮.૫૦ બંધ રહ્યુ તેમ જ BSE ઇન્ડેક્સ ૧૪૯૭.૨૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૯૮૦૯.૬૫ બંધ રહ્યો. ઉપરમાં ૮૦૩૧૦ ઉપર ૮૦૬૮૦, ૮૦૮૫૦, ૮૧૩૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૯૭૪૧ નીચે ૭૯૫૦૦, ૭૯૧૮૦ મહત્ત્વની સપાટી ગણાય. નવી લેવાલીનો કોઈ જ સંકેત નથી. બજાર ઓવરસોલ્ડ છે, પરંતુ ઉછાળે વેચવાલી જણાય છે. ટ્રમ્પ અને ટૅરિફમાં કોઈ રસ્તો નીકળે તો જ સંજોગ સુધરે, માટે નવું લેવામાં ઉતાવળ ન કરવી. ઉછાળા ફક્ત વેચાણકાપણીથી આવે છે અને બજાર ફરી નીચે આવે છે.


નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧૨૬૫ ગણાય. સિમેટ્રિકલ ટ્રાયંગલની જેમ આ રચનામાં પણ એકબીજા તરફ સંકડાતી જતી બે ટ્રેન્ડલાઇન જોવા મળે છે. આ બન્ને ટ્રેન્ડલાઇન જે પૉઇન્ટ પર એકબીજાને મળે છે એને APEX કહેવાય છે. વેજની રચના પોતાના ઢાળને લીધે બીજી રચનાઓથી અલગ પડે છે. આ રચનામાં ઉપર તરફ અથવા નીચે તરફ જતો દર્શનીય ઢાળ જોવા મળે છે. (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪૭૭૭.૧૫ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



ICICI પ્રુડેન્શિયલ (૫૯૯.૮૫) : ૬૫૫.૯૦ ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૧૨ ઉપર ૬૨૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૯૭ નીચે ૫૭૭, ૫૬૭ સુધીની શક્યતા.


રિલાયન્સ (૧૩૫૭.૨૦) : ૧૪૩૧.૯૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૮૧ ઉપર ૧૪૦૪ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૩૫૦ નીચે ૧૩૨૭, ૧૩૦૦, ૧૨૭૬ સુધીની શક્યતા.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૪૦૬૦.૪૦) : ૫૭૮૪૯.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૪૪૮૦ ઉપર ૫૫૧૫૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૩૭૭૯ નીચે ૫૩૭૧૫ તૂટે તો ૫૩૧૬૦, ૫૨૯૫૦ મહત્ત્વની સપાટી ગણાય.


નિફ્ટી ફ્યુચર (૨૪૫૬૮.૫૦)

૨૫૧૭૯ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪૭૧૦ ઉપર ૨૪૭૭૫, ૨૪૯૪૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૪૪૭૮ નીચે ૨૪૪૦૯ તૂટે તો ૨૪૩૨૦, ૨૪૧૪૫ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ર્ચાટ આપ્યો છે.

એન્જલ વન (૨૨૦૯.૮૦)

૨૬૩૬.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨૭૦ ઉપર ૨૩૫૩, ૨૪૩૯ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૧૯૮ નીચે ૨૧૮૫, ૨૧૨૪ તૂટે તો ૨૦૧૫, ૧૯૩૧ મહત્ત્વની સપાટી ગણાય. આ સાથે અઠવાડિક ર્ચાટ આપ્યો છે.

એચડીએફસી એએમસી (૫૪૬૩.૦૦)

૫૯૨૭.૫૦ ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૬૫૭ ઉપર ૫૭૪૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૪૫૦ નીચે ૫૪૨૫, ૫૩૨૭ મહત્ત્વની સપાટી ગણાય. ઉછાળે વેચવાલી જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

01 September, 2025 09:04 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK