જ્યારે ડેટામાં ૨૦ ટકાથી વધુનો ફરક નોંધાય ત્યારે જીએસટી રિટર્ન્સ માટેનું ઑટોમેટેડ સ્ક્રૂટીની મૉડ્યુલ ડેટા ઍનૅલિટિક્સ અને સિસ્ટમ દ્વારા ઓળખાતાં જોખમોનો ઉપયોગ કરીને એસેસીઓને નોટિસ મોકલે છે.
પ્રતીકાત્મક તસવીર
હાલમાં રિટર્ન ભરીએ ત્યારે ઘણી વાર ડેટામાં મોટો ફરક નોંધાય છે, જેને કારણે એસેસીઓને ડિમાન્ડ નોટિસ આપવામાં આવતી હોય છે. જ્યારે ડેટામાં ૨૦ ટકાથી વધુનો ફરક નોંધાય ત્યારે જીએસટી રિટર્ન્સ માટેનું ઑટોમેટેડ સ્ક્રૂટીની મૉડ્યુલ ડેટા ઍનૅલિટિક્સ અને સિસ્ટમ દ્વારા ઓળખાતાં જોખમોનો ઉપયોગ કરીને એસેસીઓને નોટિસ મોકલે છે. નાણાં મંત્રાલય આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪ પહેલાં અગાઉથી ભરેલા જીએસટી રિટર્ન ફૉર્મની પદ્ધતિ શરૂ કરવા ધારે છે. આ નવી પદ્ધતિ અમલમાં આવ્યા પછી આવા વિવાદો ટાળી શકાશે એવી ધારણા છે. આથી ‘ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ’ (વ્યાપાર કરવામાં સરળતા)ને પણ વેગ મળશે. આ નવી ડિજિટલ સિસ્ટમને લાગુ કરવા માટે થનારા વધારાના ખર્ચા બાબત તેમ જ વિવિધ ડેટા બેઝમાંથી ડેટા ભેગો કરવાથી સિસ્ટમ ધીમી પડે અથવા તૂટી પડવાની શક્યતાઓ બાબતે હાલમાં જીએસટી ડિપાર્ટમેન્ટ વિશ્લેષણ કરી રહ્યું છે.
અગાઉથી ભરેલા કન્સોલિડેટેડ જીએસટી રિટર્ન ફૉર્મ બનાવવાનું કામ હાલમાં ચાલુ છે. એ આગામી નાણાકીય વર્ષ પહેલાં તૈયાર થઈ શકે છે. જીએસટી ડિપાર્ટમેન્ટ એના માટે ઘણા બધા ટેમ્પ્લેટને ઉપયોગમાં લાવી રહ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સ (સીબીડીટી) થોડાં વર્ષોથી ઇન્કમ ટૅક્સ રિટર્ન્સ માટે આવા જ અગાઉથી ભરેલા ટેમ્પ્લેટનો ઉપયોગ કરે છે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇન્ડાયરેક્ટ ટૅક્સિસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) હાલમાં આ નવી પ્રક્રિયાનો અમલ કરવા માટે ટેક્નૉલૉજીની કેટલી આવશ્યકતા પડશે અને એમાં અપગ્રેડની કેટલી જરૂર પડશે એ બાબતનું વિશ્લેષણ કરી રહ્યું છે અને આ બધાની સિસ્ટમ ઉપર ધીમી થનાર પ્રક્રિયાઓની શક્યતાઓ તેમ જ થનાર વધારાના ખર્ચ બાબતની ચર્ચા કરી રહ્યું છે.
ADVERTISEMENT
ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રક્રિયાઓ માટે કેવી ટેક્નૉલૉજીની જરૂર પડશે, વધુ ઑટોમેશન થતાં સિસ્ટમ કેટલી ધીમી પડી શકે છે તેમ જ એસેસીઓ પાસેથી જવાબો મેળવવાના સમય પર એની કેવી અસર થશે એ બાબતો નાણાં મંત્રાલયે વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. જો જીએસટી વિભાગ વિવિધ ડેટા બેઝ મારફતે ડેટા મેળવે તો આ પ્રક્રિયા માટે સમય અને સ્પેસનો વપરાશ થશે. આની કેવી તેમ જ કેટલી અસર થશે? જો જીએસટી સાઇટ ધીમી ન થવા દેવી હોય તો ડિઝાઇન અને આંતરિક પ્રક્રિયાઓ માટે વધારાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે. આ માટે લાગનારી વધારાની રકમ કેટલે સુધી વાજબી ગણાશે તેમ જ આનો ફાયદો કેટલો થશે એ હકીકતની સાથે એનો અમલ કરવા માટે લાગનારી વધારાની એની કિંમત વાજબી ગણાશે કે નહીં, આ કમર્શિયલ પાસા વિશે જીએસટી ડિપાર્ટમેન્ટ હાલમાં વિશ્લેષણ કરી રહ્યું છે. અગાઉથી ભરેલા જીએસટી રિટર્ન ફૉર્મ કેવી રીતે કાર્ય કરશે અને એ કેટલો સમય લેશે એ માટે શરૂઆતમાં એક પાઇલટ પરીક્ષણ થશે. આ બાબત કરદાતાઓની સગવડ માટેની હોવાથી એને આગળ વધારવા માટે જીએસટી કાઉન્સિલની મંજૂરી જરૂર નથી. જીએસટી ઍમ્નેસ્ટી સ્કીમ હેઠળ અપીલ ફાઇલ કરવાની પદ્ધતિ હવે જીએસટી પોર્ટલ પર ઉપલબ્ધ છે
૩૧ માર્ચ, ૨૦૨૩ના રોજ અથવા એ પહેલાં પસાર થયેલા ઑર્ડર માટે કરદાતાઓ હવે ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અથવા એ પહેલાં જીએસટી પોર્ટલ પર ફૉર્મ જીએસટી એપીએલ-૦૧માં અપીલ ફાઇલ કરી શકે છે. વધુમાં, કરદાતાઓ અપીલ કરી શકે એ માટે તેમને અપીલ અધિકારી દ્વારા ચુકવણી કરવાની સલાહ આપવામાં આવી છે.
જીએસટી એસેસીઓ માટે ઍમ્નેસ્ટી યોજના હેઠળ અપીલ ફાઇલ કરવા માટે નાણાં મંત્રાલયે વિગત વાર પ્રક્રિયા બહાર પાડી છે. અધિકારીઓ અપેક્ષા રાખે છે કે આ યોજનાનો લાભ લેવા મોટી સંખ્યામાં કરદાતાઓને મળી શકશે, જેઓ ભૂતકાળમાં નિર્દિષ્ટ સમયગાળાની અંદર અપીલ દાખલ કરી શક્યા નહોતા.
એક ભલામણના આધારે બીજી નવેમ્બર, ૨૦૨૩ના રોજ એક સૂચના જારી કરવામાં આવી હતી. હવે જીએસટી નેટવર્કે એવા કરદાતાઓ માટે એક ઍમ્નેસ્ટી સ્કીમ અમલમાં મૂકી છે જેઓ ૩૧ માર્ચ, ૨૦૨૩ના રોજ અથવા એ પહેલાં પસાર થયેલા સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ની કલમ ૭૩ અથવા ૭૪ હેઠળ ડિમાન્ડ ઑર્ડર વિરુદ્ધ સીજીએસટી (સેન્ટ્રલ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ) ઍક્ટની કલમ ૧૦૭ હેઠળ અપીલ દાખલ કરી શક્યા નહોતા અથવા ઉપરોક્ત આદેશ સામે જેમની અપીલ સ્પષ્ટ સમયમર્યાદામાં દાખલ ન થઈ શકવાને કારણે નકારી કાઢવામાં આવી હતી.
જીએસટી પોર્ટલ કરદાતાઓને ચુકવણીનું માધ્યમ (ઇલેક્ટ્રૉનિક ક્રેડિટ / કૅશ લેજર) પસંદ કરવાની મંજૂરી આપે છે. આ યંત્રણા હેઠળ, વિવાદ હેઠળની ટૅક્સની રકમના ૧૨.૫ ટકાની પૂર્વ ડિપોઝિટ રકમની ચુકવણી કરવાની જરૂર છે, જેમાંથી ઓછામાં ઓછા ૨૦ ટકા (એટલે કે, વિવાદિત ટૅક્સની રકમના ૨.૫ ટકા) ઇલેક્ટ્રૉનિક કૅશ લેજર માધ્યમે ડેબિટ થવી જોઈએ.

