પાછલાં ૬ વર્ષમાં કંપનીએ ચૂકવેલા ટૅક્સનો આંકડો ૧૦ લાખ કરોડને વટાવી ગયો
ફાઇલ તસવીર
ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫માં ભારત સરકારને ૨,૧૦,૨૬૯ કરોડ રૂપિયાનું રેકૉર્ડબ્રેક યોગદાન આપ્યું છે. આમાં ટૅક્સ, લેવી, સ્પેક્ટ્રમ ચાર્જ અને અન્ય નાણાકીય જવાબદારીઓ દ્વારા ચુકવણીનો સમાવેશ થાય છે. આ આંકડો પાછલા વર્ષના ૧,૮૬,૪૪૦ કરોડ રૂપિયાના યોગદાન કરતાં ૧૨.૮ ટકા વધારે છે. અત્યાર સુધીમાં પહેલી વાર રિલાયન્સનું સરકારી તિજોરીમાં વાર્ષિક યોગદાન બે લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે.

