ફૉરેક્સ ટ્રેડિંગ સ્કીમ અંતર્ગત ઇન્વેસ્ટમેન્ટ પર ભારે રિટર્ન મેળવવા માટે બિઝનેસમૅને ૪ મહિનામાં કુલ ૪.૧૧ કરોડ રૂપિયા જુદાં-જુદાં બૅન્ક-અકાઉન્ટ્સમાં જમા કરાવ્યા હતા
પ્રતીકાત્મક તસવીર
થાણેના ૪૨ વર્ષના એક બિઝનેસમૅને ઇન્વેસ્ટમેન્ટ પર ભારે રિટર્ન મળવાની લાલચે ૪.૧૧ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. પોલીસે ઑનલાઇન ટ્રેડિંગ કંપની મેટાઝૉપ્શન અને ૪ વિદેશી નાગરિકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
ફૉરેક્સ ટ્રેડિંગ સ્કીમ અંતર્ગત ઇન્વેસ્ટમેન્ટ પર ભારે રિટર્ન મેળવવા માટે બિઝનેસમૅને ૪ મહિનામાં કુલ ૪.૧૧ કરોડ રૂપિયા જુદાં-જુદાં બૅન્ક-અકાઉન્ટ્સમાં જમા કરાવ્યા હતા. સમયસર ટ્રેડિંગ લિન્ક મળતાં છેતરાયેલા બિઝનેસમૅનને શંકા થઈ નહોતી. બિઝનેસમૅને જ્યારે રિટર્ન અંગે પૂછપરછ કરતાં જવાબ ન મળ્યો ત્યારે તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ટ્રાન્ઝૅક્શનની ચકાસણી કરતાં સ્કૅમમાં વિદેશી લોકો સંકળાયેલા હોવાનું જણાયું હતું. આખું સ્કૅમ ભારત બહારથી જ ઑપરેટ થતું હોવાની પોલીસને શંકા છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે, પરંતુ હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

