સાઉથ મુંબઈના પૉશ વિસ્તાર અલ્ટામાઉન્ટ રોડ પર આવેલાં BESTનાં ૩૫ સ્ટાફ-ક્વૉર્ટર્સને લીઝ પર આપવા માટે બિડ મગાવવામાં આવી છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
સાઉથ મુંબઈના પૉશ વિસ્તાર અલ્ટામાઉન્ટ રોડ પર આવેલાં બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)નાં ૩૫ સ્ટાફ-ક્વૉર્ટર્સને લીઝ પર આપવા માટે બિડ મગાવવામાં આવી છે. ગવર્નમેન્ટ, સેમી ગવર્નમેન્ટ અને પ્રાઇવેટ કંપનીને આ પ્રૉપર્ટી લીઝ પર આપીને આશરે ૨૬૩ રૂપિયા કમાવાની ગણતરી છે. એને લીધે ખોટમાં જતી BESTને થોડો ટેકો મળશે એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
A વિન્ગમાં ૧૫ ફ્લૅટ્સ અને B વિન્ગના ૨૦ ફ્લૅટ્સ રેસિડેન્શ્યલ છે. કુલ ૩૫ ફ્લૅટ્સને ૩૦ વર્ષ માટે લીઝ પર આપવાની યોજના છે તેમ જ પછીનાં ૩૦ વર્ષ માટે લીઝ લંબાવવાની જાહેરાત પણ કરવામાં આાવી છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઍન્ટિલિયાની બાજુમાં આવેલી BESTની આ પ્રૉપર્ટી માટે ૨૧ ઑગસ્ટથી ટેન્ડર-પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

