દાદર કબૂતરખાનામાં વર્ષોથી ચણ ચણતાં કબૂતરો તો માનવીની આ કાયદાકીય જંગથી અજાણ જ હોય. એટલે તેઓ હજી પણ ચણ ખાવા અને પાણી પીવા રોજની જેમ ઊતરી આવે છે
તસવીર : આશિષ રાજે
અમને માફ કરો
દાદર કબૂતરખાનામાં વર્ષોથી ચણ ચણતાં કબૂતરો તો માનવીની આ કાયદાકીય જંગથી અજાણ જ હોય. એટલે તેઓ હજી પણ ચણ ખાવા અને પાણી પીવા રોજની જેમ ઊતરી આવે છે, પણ ચણ અને પાણી ન મળતાં વિહ્વળ થઈ તરફડીને મરી રહ્યાં છે. એમની આ દયનીય અવસ્થા જોઈને એક વૃદ્ધ તેમની ભાવનાઓને રોકી નહોતા શક્યા. કબૂતરોની એ અવસ્થા માટે જાણે પોતે દોષી હોય એમ તેઓ બે હાથ જોડીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા અને એમની માફી માગી હતી.
ADVERTISEMENT
ભાઈ... ઝરા સંભલ કે, નહીં તો મર જાએગા
ચણ અને પાણી ન મળતાં કબૂતરો પેટની આગ ઠારવા રસ્તા પરનો કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈ રહ્યાં છે. એ વખતે રસ્તા પરથી જતાં વાહનોના અડફેટે પણ તેઓ ચડી રહ્યાં છે. કેટલાક લોકો કબૂતરો વાહન નીચે ન આવી જાય એનું ધ્યાન રાખી રહ્યા છે. ગઈ કાલે રસ્તા પર જ ખાવામાં મગ્ન કબૂતર કાળી-પીળી ટૅક્સીનાં પૈડાં નીચે આવી જ જવાનું હતું, પણ વૉલન્ટિયરે ખરા સમયે ડ્રાઇવરનું ધ્યાન દોરી તેને ટૅક્સી સહેજ સાઇડ પરથી લેવા જણાવીને કબૂતરના પ્રાણ બચાવી લીધા હતા.
ઉજડ ગયા આશિયાના
કબૂતરખાનાને પક્ષીપ્રેમીઓએ ખોલી તો નાખ્યું, પણ ચણ અને પાણી નહોતાં નાખી શકાયાં. આડેધડ પડેલા વાંસડા અને કાપી નખાયેલી તાડપત્રીની વચ્ચેથી કબૂતરો ઊડાઊડ કરીને ચણ અને પાણી શોધી રહ્યાં હતાં.
કૅમેરાની નજરથી બચવું મુશ્કેલ
કોઈ કબૂતરખાનામાં ચણ અને પાણી ન મૂકે એ માટે BMCએ લગાડેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા પરથી કબૂતરખાના પર નજર માંડી રહેલાં કબૂતરો.
હમ ડ્યુટી પે હૈં
BMCના આદેશને લઈને ચાલી રહેલી કાર્યવાહીને કારણે પોલીસે તો તેમની ફરજ બજાવવી જ પડે. એથી પોલીસે તો ત્યાં કોઈ ચણ ન નાખે કે લોકો ગડરબડ ન કરે એ માટે બંદોબસ્ત ગોઠવ્યો હતો, પણ કબૂતરો તો તેમના પગ પાસે પણ જો કંઈ ખાવાનું મળે તો એ શોધવા મંડી પડ્યાં હતાં.

