અન્ય એક અહેવાલ મુજબ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇલેક્ટ્રિકલ ઍન્ડ ઇલેક્ટ્રૉનિક્સ એન્જિનિયર્સે ભારતમાં તમામ તાલીમાર્થીઓને સુરક્ષિત પ્રમાણપત્ર ઇશ્યુ કરવા માટે અવાલાંશ સાથે સહયોગ સાધ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારના મોટા ઉછાળા બાદ લગભગ અડધી વૃદ્ધિ ગુરુવારે ધોવાઈ ગઈ હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ ગુરુવારે બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૨.૨૪ ટકા (૧૨૨૮ પૉઇન્ટ) ઘટીને ૫૩,૪૫૨ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૫૪,૬૮૦ ખૂલીને ૫૪,૭૪૫ની ઉપલી અને ૫૩,૦૧૦ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. અનુક્રમે ૫.૫૭ અને૦.૯૨ ટકા વધેલા અવાલાંશઅને કાર્ડાનોને બાદ કરતાં બધા જ કૉઇન ઘટ્યા હતા. ડોઝકૉઇન, શિબા ઇનુ, ચેઇનલિન્ક અને સોલાનામાં ૩થી ૯ ટકાની રેન્જમાં ઘટાડો
થયો હતો.
દરમ્યાન અમેરિકાની સંસદના નીચલા ગૃહની સમિતિએ બ્લૉકચેઇનતરફી ખરડો સર્વાનુમતે પસાર કર્યો છે. એ ખરડાને પગલે અમેરિકન વાણિજ્ય પ્રધાન બબ્લૉકચેઇન ટેક્નૉલૉજીના ઉપયોગને પ્રોત્સાહન આપશે. બીજી બાજુ ન્યુ જર્સીએ રાજ્યમાં સંસ્થાકીય રોકાણકારોને ઇશ્યુ કરવામાં આવતી તમામ વર્ચ્યુઅલ કરન્સીને સિક્યૉરિટીઝ ગણવા માટેનો ખરડો રજૂ કર્યો છે. અન્ય એક અહેવાલ મુજબ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇલેક્ટ્રિકલ ઍન્ડ ઇલેક્ટ્રૉનિક્સ એન્જિનિયર્સે ભારતમાં તમામ તાલીમાર્થીઓને સુરક્ષિત પ્રમાણપત્ર ઇશ્યુ કરવા માટે અવાલાંશ સાથે સહયોગ સાધ્યો છે.

