અને અન્ય ઇવેન્ટ્સ
પ્રતીકાત્મક તસવીર
હેમ્લીઝ પ્લે
મિની અમ્યુઝમેન્ટ પાર્ક કે પ્લે ઝોન જેવી ફીલ લેવી હોય તો ૧૦ વર્ષનાં નાનાં બાળકો માટે આ જગ્યા મજેદાર છે. અહીં મ્યુઝિકલ વૉલ, બૉલ પૂલ, સ્લાઇડ્સ, સ્કાર્ફ શૂટર્સ, સૅન્ડ પ્લે, રૉક ક્લાઇમ્બિંગ અને વૉટર પ્લે જેવી રાઇડ્સ છે. અહી એક કલાકનો અગાઉથી સ્લૉટ બુક કરવો જરૂરી છે. એ મુજબ જ એન્ટ્રી મળશે.
ક્યારે? : ૮-૯ જૂન
સમય : સવારે ૧૧થી રાત્રે ૯.૩૦ સુધી
ક્યાં? : જીઓ વર્લ્ડ ડ્રાઇવ, બીકેસી
કિંમત : ૪૯૯ રૂપિયાથી શરૂ
રજિસ્ટ્રેશન : @hemleys_play
ADVERTISEMENT
અસ્મી - આઇ ઍમ...
આ નૃત્યનંદિની ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અહમ બ્રહ્માસ્મિનો સંદેશ આપતી સૂફી સંગીત પર આધારિત નૃત્યનાટિકા છે જેમાં કથકનું પ્રદર્શન કરવામાં આવશે. સૅન ફ્રાન્સિસ્કો, કૅલિફૉર્નિયા, ચીન, પૅરિસ અને ફ્રાન્સમાં પણ એના પર્ફોર્મન્સ થયા છે. બે કલાકનો આ પર્ફોર્મન્સ આંખો માટે જ નહીં, આત્મા માટે પણ આહલાદક અનુભવ બની શકે છે.
ક્યારે? : ૧૧ જૂન
સમય : સાંજે ૬ વાગ્યે
ક્યાં? : સ્વાતંત્રવીર સાવરકર સ્મારક સભાગૃહ, દાદર
કિંમત : ૬૦૦ રૂપિયાથી શરૂ
રજિસ્ટ્રેશન : bookmyshow.com
FCI ચૅમ્પિયનશિપ કૅટ શો મુંબઈ
જો તમને બિલાડીઓથી પ્રેમ હોય તો આ તમારા માટે એક ગ્રૅન્ડ અનુભવ સાબિત થઈ શકે છે. એશિયાનો સૌથી મોટો કૅટ શો મુંબઈમાં યોજાવા જઈ રહ્યો છે. દરેક જાતની બિલાડીઓ માટેનો ચૅમ્પિયન શો અહીં યોજાશે. અહીં તમે તમારી બિલાડી સાથે ભાગ પણ લઈ શકો છો. જોકે એનું પહેલેથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
ક્યારે? :૧૧ જૂન
સમય : સવારે ૧૦ વાગ્યે
ક્યાં? : સિડકો એક્ઝિબિશન સેન્ટર, નવી મુંબઈ
કિંમત : ૧૯૯ રૂપિયાથી શરૂ
રજિસ્ટ્રેશન :જરૂર નથી
હૉરર ઓપન માઇક - કસં કાય મુંબઈ
ઘણા લોકોને વાર્તાઓ તો ગમતી હોય છે, પણ ભૂતોની વાર્તાઓ વધુ ગમતી હોય છે. ભૂતોની ડરામણી વાર્તાઓ જો તમને સાંભળવી કે સંભળાવવી હોય તો આ જગ્યા બેસ્ટ છે. જ્યાં ભૂતોની વાર્તાઓ, ડાર્ક પોયટ્રી, હૉરર ડિસ્કશન શૅર કરશે પૅરાનૉર્મલ એક્સપર્ટ પૂજા વિજય અને સરબજિત મોહન્તી.
ક્યારે? : ૧૦ જૂન
સમય : ૬.૩૦ વાગે
ક્યાં? : રીક્રીએટ સ્પેસ સ્ટુડિયો
કિંમત : ૨૨૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : bookmyshow.com
ફ્લુઇડ આર્ટ વર્કશૉપ, ઇમ્પ્રેશન આર્ટ
રંગોને એકસાથે કૅન્વસ પર ઢોળીને એ જે રીતે વહે એમાંથી જ એક ચિત્રની રચના કરવી એ જ ફ્લુઇડ આર્ટ. મટીરિયલ બધું
ત્યાં જ આપવામાં આવશે. તમારે રજિસ્ટ્રેશન કરાવ્યા પછી ત્યાં સમયથી ૧૫ મિનિટ પહેલાં પહોંચી જવું.
ક્યારે? : ૧૧ જૂન
સમય : સવારે ૧૧થી બપોરે ૧ વાગ્યા સુધી
ક્યાં? : થર્ડ વેવ કૉફી, ગિરગામ
કિંમત : ૧,૭૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : insider.in
વનિકા સંગતાની - મૂવિંગ ઑન, સોલો સ્ટોરીટેલિંગ
વાર્તાઓ સાંભળવી કોને ન ગમે? વાર્તાકાર વનિકા સંગતાની હોય તો એની મજા જ જુદી હોય છે. પોતાના યુટ્યુબ વિડિયોઝથી ખાસ્સી પ્રચલિત વનિકા વાર્તા કરવા માગે છે પ્રેમમાં પડ્યા પછી દિલ તૂટ્યા પછીની મૂવ ઑન કરવાની એક અનોખી રીતની.
ક્યારે? : ૧૦ જૂન અને ૨૫ જૂન
સમય : ૮.૩૦ વાગે
ક્યાં? : બૅકસ્પેસ, થાણે
કિંમત : ૩૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશન : bookmyshow.com
પદ્મશ્રી કુમાર સાનુ - લાઇવ ઇન કૉન્સર્ટ
૧૯૯૦ના સમયનાં બૉલીવુડનાં ગીતોનો અવાજ જે હજી પણ લોકોના મનમાં અકબંધ છે એને લાઇવ સાંભળવાનો મોકો છે. જો તમે પણ ૧૯૯૦ના સમયના મ્યુઝિક-લવર હો તો ચોક્કસ આ પ્રોગ્રામ તમારા માટે છે. ત્રણ વર્ષથી ઉપરના લોકો આ પ્રોગ્રામમાં જઈ શકે છે.
ક્યારે? : ૧૦ જૂન
સમય : ૬.૩૦ વાગ્યે
ક્યાં? : ષણ્મુખાનંદ હૉલ
કિંમત : ૫૦૦ રૂપિયાથી શરૂ
રજિસ્ટ્રેશન : bookmyshow.com

