Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૧૦ વર્ષ પછી રૅન્ચો, ફરહાન અને રાજુ જીવનમાં ક્યાં છે?

૧૦ વર્ષ પછી રૅન્ચો, ફરહાન અને રાજુ જીવનમાં ક્યાં છે?

Published : 06 June, 2026 09:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

3 ઇડિયટ્સની સીક્વલની સ્ટોરી આ સવાલની આસપાસ આકાર લેશે એવી ચર્ચા

‘3 ઇડિયટ્સ’ ૨૦૦૯માં રિલીઝ થઈ હતી

‘3 ઇડિયટ્સ’ ૨૦૦૯માં રિલીઝ થઈ હતી


રાજકુમાર હીરાણીના ડિરેક્શનમાં બનેલી ‘3 ઇડિયટ્સ’ ૨૦૦૯માં રિલીઝ થઈ હતી. આમિર ખાન, આર. માધવન અને શર્મન જોશીની આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને હવે એની સીક્વલ બનવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે.

‘3 ઇડિયટ્સ’ની સીક્વલની વાર્તા ત્યાંથી જ શરૂ થશે જ્યાં પ્રથમ ભાગ પૂર્ણ થયો હતો. જોકે ફિલ્મની ટાઇમલાઇન લગભગ ૧૦ વર્ષ આગળ વધારવામાં આવશે. ફિલ્મમાં દર્શાવવામાં આવશે કે રૅન્ચો, ફરહાન અને રાજુ ૧૦ વર્ષ બાદ જીવનમાં ક્યાં છે અને તેમની જિંદગીમાં શું બદલાવ આવ્યા છે. આ જ બાબત ફિલ્મનું મુખ્ય આકર્ષણ બની શકે છે. સીક્વલમાં પહેલા ભાગના ઘણા જાણીતા કલાકારો ફરી જોવા મળી શકે છે અને સાથે જ કેટલાક નવા કલાકારોને પણ ફિલ્મમાં સામેલ કરવામાં આવે એવી ચર્ચા છે.


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK