Maharashtra: મહારાષ્ટ્ર સરકારે આજે શનિવારે 6 જૂનના રોજ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MSRTC) બસ સ્ટેશનોની નજીકમાં જે ગેરકાયદેસર પેસેન્જર પરિવહન થઈ રહ્યું છે તેની સામે રાજ્યવ્યાપી વિશેષ કાર્યવાહી શરૂ કરી છે.
પ્રતાપ સરનાઇક
મહારાષ્ટ્ર (Maharashtra) સરકારે આજે શનિવારે 6 જૂનના રોજ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MSRTC) બસ સ્ટેશનોની નજીકમાં જે ગેરકાયદેસર પેસેન્જર પરિવહન થઈ રહ્યું છે તેની સામે રાજ્યવ્યાપી વિશેષ કાર્યવાહી શરૂ કરી છે. આ અંગે એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હવે રાજ્ય પરિવહન (એસટી) ડેપોના ૨૦૦ મીટર સુધીના વિસ્તારમાં ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પહેલની (Maharashtra) જાહેરાત કરતાં મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અને એમએસઆરટીસીના અધ્યક્ષ પ્રતાપ સરનાઇકે જણાવ્યું હતું કે, "ઈલીગલ પેસેજનર્સના ટ્રાન્સપોર્ટ પર અંકુશ લાદવા અને રાજ્ય સંચાલિત પરિવહન ઉપક્રમના હિતોનું રક્ષણ કરવા માટે 5 જૂનથી 15 જૂન, 2026 સુધી સમગ્ર રાજ્યમાં સંયુક્ત અમલીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે."
ADVERTISEMENT
એસટી કોર્પોરેશનના સુરક્ષા અને તકેદારી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં અધિકારીઓને સમગ્ર મહારાષ્ટ્રમાં બસ સ્ટેશનો પર સાથે મળીને નિરીક્ષણ અને અમલીકરણનું કાર્ય હાથ ધરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક દ્વારા શરૂ કરાયેલ આ અભિયાન બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચ દ્વારા ગેરકાયદેસર મુસાફરોના પરિવહન અંગે બહાર પાડવામાં આવેલા નિર્દેશોનું પાલન કરે છે.
આ અભિયાન (Maharashtra) હેઠળ પ્રાઈવેટ વાહનોને કોઈપણ એસટી બસ સ્ટેશનના ૨૦૦ મીટર સુધીના પરિસરમાંથી મુસાફરોને પિકઅપ કરવા કે ઉતારવા દેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અધિકારીઓએ વધુમાં ચેતવણી આપી છે કે જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં
આવશે.
પ્રતાપ સરનાઇકે એમ પણ કહ્યું હતું કે ગેરકાયદેસર પેસેન્જર પરિવહન દ્વારા એસટી કોર્પોરેશનની આવક પર પણ અસર થાય છે અને મુસાફરોની સલામતી સામે પ્રશ્ન ઊભા થાય છે. તેઓએ એમ પણ કહ્યું કે, "એસટી કોર્પોરેશન મહારાષ્ટ્રના સામાન્ય લોકોની જીવાદોરી છે. ગેરકાયદેસર પેસેન્જર પરિવહન કે જે કોર્પોરેશનને નાણાકીય નુકસાન પહોંચાડે છે અને મુસાફરોની સલામતીને જોખમમાં મૂકે છે તેને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં"
બસ સ્ટેશનો (Maharashtra)ની આસપાસ અનધિકૃત પરિવહન પ્રવૃત્તિઓને કારણે વધુ પડતી ભીડ અને ટ્રાફિકની ભીડ થાય છે. સાથે જ સલામતી અંગે પણ પ્રશ્ન ઊભા થયા છે. જેને કારણે આ અભિયાન હાથ ધરવાની ફરજ પડી છે. આ અભિયાનમાં વિભાગીય પરિવહન અધિકારીઓ, ડેપો મેનેજરો, પરિવહન નિરીક્ષકો, સહાયક પરિવહન નિરીક્ષકો, પરિવહન નિયંત્રકો અને સુરક્ષા અને તકેદારી વિભાગના અધિકારીઓ અને નિરીક્ષકો સામેલ થશે. બધી ટીમોને નિયમિત તપાસ કરવા અને ઉલ્લંઘન કરનારા વાહનો સામે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.
વિભાગના વડાઓને તેમના સંબંધિત અધિકારક્ષેત્રોમાં આ અભિયાનનું અસરકારક અમલીકરણ કરવા અને MSRTC મુખ્યાલયમાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
