Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

ગજબનો પરિવાર

Published : 18 June, 2026 10:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમિર ખાન તેની બન્ને ભૂતપૂર્વ પત્નીઓ અને વર્તમાન પાર્ટનર સાથે એક જ કારમાં જોવા મળતાં લોકો આશ્ચર્ય અનુભવીને આવી કમેન્ટ કરી રહ્યા છે

આ સંબંધોને જોઈને ફૅન્સ તેમને ગજબનો પરિવાર ગણાવી રહ્યા છે

આ સંબંધોને જોઈને ફૅન્સ તેમને ગજબનો પરિવાર ગણાવી રહ્યા છે


આમિર ખાન તેના આધુનિક પારિવારિક સંબંધોને લઈને આ દિવસોમાં સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. આમિર હવે તેની પાર્ટનર ગૌરી સ્પ્રૅટ સાથે ત્રીજાં લગ્ન કરવાના પ્લાનિંગમાં છે. આ સંજોગોમાં આમિરની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ અને ભાવિ પત્ની ગૌરી એકબીજા સાથે મજબૂત બૉન્ડિંગ ધરાવતાં હોય એ રીતે વાતચીત કરતાં જોવાં મળ્યાં હતાં.



સોશ્યલ મીડિયામાં ચર્ચામાં આવેલા આ વિડિયોમાં આમિર ખાન, તેની પાર્ટનર ગૌરી, ભૂતપૂર્વ પત્નીઓ કિરણ અને રીના દત્તા અને કિરણનો દીકરો આઝાદ રાવ ખાન એક જ કારમાં મુસાફરી કરતા જોવા મળે છે. વિડિયોમાં આમિર ડ્રાઇવરની બાજુની આગળની સીટ પર બેઠેલો દેખાય છે જ્યારે ગૌરી પાછળની સીટ પર કિરણ અને આઝાદ સાથે બેઠેલી જોવા મળે છે. આ પછી રીના દત્તા પણ એ જ કારમાં આવીને બેસી જાય છે. આ પછી આમિરના જીવનની ત્રણેય ખાસ મહિલાઓ એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરતી જોવા મળે છે અને તેમના આ સંબંધોને જોઈને ફૅન્સ તેમને ગજબનો પરિવાર ગણાવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2026 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK