અરિજિત અને આમિર ખાનની આ મુલાકાત ચર્ચાનું કારણ બની છે.
મુર્શિદાબાદ અરિજિત સિંહને મળવા ગયો હતો માટે આમિર ખાન
આમિર ખાને ગઈ કાલે અરિજિત સિંહને મળવા માટે મુર્શિદાબાદ ખાતે આવેલા તેના પૈતૃક ઘરની મુલાકાત લઈને બધાને આશ્ચર્યનો આંચકો આપ્યો છે. અરિજિતે હાલમાં સોશ્યલ મીડિયા પર જાહેરાત કરીને પ્લેબૅક સિન્ગિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી જેના કારણે ફૅન્સ અપસેટ થઈ ગયા હતા. આ સંજોગોમાં અરિજિત અને આમિર ખાનની આ મુલાકાત ચર્ચાનું કારણ બની છે. આ મુલાકાતનો હેતુ સ્પષ્ટ નથી પરંતુ અટકળો ચાલી રહી છે કે આમિર અને અરિજિતની મુલાકાત કોઈ નવા પ્રોજેક્ટ માટે થઈ છે.


