Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી કરીઅરની જવાબદારી લીધી છે શાહરુખ ખાને

મારી કરીઅરની જવાબદારી લીધી છે શાહરુખ ખાને

Published : 08 October, 2026 03:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અભિષેક બચ્ચને કિંગમાં કિંગ ખાન સાથે કામ કરવાનો અનુભવ શૅર કર્યો

શાહરુખ ખાન, અભિષેક બચ્ચન

શાહરુખ ખાન, અભિષેક બચ્ચન


શાહરુખ ખાનની આગામી ઍક્શન-થ્રિલર ફિલ્મ ‘કિંગ’ને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં શાહરુખ એક ખતરનાક ભૂમિકામાં જોવા મળશે, જ્યારે અભિષેક વિલનના રોલમાં જોવા મળશે. હાલમાં અભિષેકે શાહરુખને પોતાના ‘મોટા ભાઈ’ જેવો ગણાવીને કહ્યું હતું કે કિંગ ખાને ઘણી વખત વ્યક્તિગત રીતે તેની કારકિર્દીમાં મદદ કરી છે અને તેની કરીઅરની જવાબદારી પણ લીધી છે.

હાલમાં અભિષેકે ‘કિંગ’માં શાહરુખ સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શૅર કરતાં કહ્યું હતું કે ‘શાહરુખ મારા માટે મોટા ભાઈ જેવો છે. સાચું કહું તો તેણે ઘણી વખત વ્યક્તિગત રીતે મારી કરીઅરની જવાબદારી લીધી છે, જેમાં હવે અમારી આગામી ફિલ્મ ‘કિંગ’ પણ સામેલ છે. હું પહેલાંથી જ શાહરુખની નજીક છું. એ સમયે હું, હૃતિક રોશન, ઉદય ચોપડા અને સિકંદર ખેર રવિવારે એકસાથે ક્રિકેટ રમતા હતા ત્યારે પણ શાહરુખ અમને માર્ગદર્શન આપતો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2026 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK