Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હરમનપ્રીત કૌરના રાજીનામા પર મિતાલી રાજે કહ્યું... ભારતીય ટીમને ફ્રેશ માઇન્ડસેટની જરૂર હતી

હરમનપ્રીત કૌરના રાજીનામા પર મિતાલી રાજે કહ્યું... ભારતીય ટીમને ફ્રેશ માઇન્ડસેટની જરૂર હતી

Published : 08 October, 2026 03:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ક્રિકેટને ભવિષ્ય તરફ જોવાની અને તબક્કાવાર આયોજન કરવાની જરૂર છે.

સ્મૃતિ માન્ધના, હરમનપ્રીત કૌરના અને મિતાલી રાજે

સ્મૃતિ માન્ધના, હરમનપ્રીત કૌરના અને મિતાલી રાજે


ભારતીય વિમેન્સ ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન મિતાલી રાજે હરમનપ્રીત કૌરના રાજીનામા પર મોટું નિવેદન આપ્યું છે. મિતાલી રાજે બૅક-ટુ-બૅક એશિયન ટાઇટલ જીતવા છતાં નેતૃત્વમાં થયેલા ફેરફારને સમર્થન આપ્યું છે. મિતાલી રાજ કહે છે, ‘ભારતીય ટીમને ફ્રેશ માઇન્ડસેટની જરૂર હતી અને એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. આ નિર્ણય કદાચ થોડો વહેલો લઈ શકાયો હોત. હરમનપ્રીતનો કૅપ્ટન તરીકેનો કાર્યકાળ શાનદાર રહ્યો છે અને તેણે ભારતીય મહિલા ક્રિકેટમાં મોટું યોગદાન આપ્યું છે. પરિવર્તનમાંથી પસાર થઈને ભારત માટે આગળ જોવાનો આ યોગ્ય સમય છે. નવી કૅપ્ટન માટે આગામી મોટો પડકાર ICC ચૅમ્પિયન્સ ટ્રોફી હશે જે ફેબ્રુઆરી ૨૦૨૭માં ભારતમાં રમાનાર છે. પછી ૨૦૨૮માં T20 વર્લ્ડ કપ અને ઑલિમ્પિક્સ તથા ૨૦૨૯માં વન-ડે વર્લ્ડ કપ યોજાશે. ભારતીય ક્રિકેટને ભવિષ્ય તરફ જોવાની અને તબક્કાવાર આયોજન કરવાની જરૂર છે.’

હરમનપ્રીત કૌર અને સ્મૃતિ માન્ધના વચ્ચે ચાલી રહ્યા હતા મતભેદ?



ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમને લઇને ચોંકાવનારા રિપોર્ટ્‍સ મળી રહ્યા છે. અહેવાલો અનુસાર સ્મૃતિ માન્ધના અને હરમનપ્રીત કૌર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધો સારા નહોતા અને તાલમેલનો અભાવ હતો, જેના કારણે ભારતીય ડ્રેસિંગ રૂમમાં અસહજતાનું વાતાવરણ સર્જાયું હતું. અગાઉ તેમના સંબંધો સૌહાર્દપૂર્ણ હોવા છતાં કૅપ્ટન્સીનો મુદ્દો બન્ને વચ્ચે જટિલ બની ગયો હતો. જોકે ગઈ કાલે હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સી છોડવાની પોસ્ટ શૅર કરીને નવી કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ લખ્યું, ‘તારી સાથે આટલાં વર્ષો સુધી કામ કરવાનો અનુભવ ખૂબ જ આનંદદાયક રહ્યો છે. તારા નેતૃત્વ હેઠળનાં ૧૦ વર્ષ અદ્ભુત રહ્યાં છે. આપણે સાથે મળીને આપણા રાષ્ટ્ર માટે હજુ વધુ સિદ્ધિઓ હાંસલ કરવા પ્રયત્નશીલ રહીશું.’


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2026 03:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK