આ ઍક્શન ફિલ્મમાં તેના સિવાય પણ બીજા બે લીડ ઍક્ટર્સ હશે અને આ ફિલ્મનું શૂટિંગ બહુ જલદી શરૂ કરી દેવામાં આવશે
અહાન પાંડે
થોડા સમય પહેલાં ચર્ચા હતી કે યશરાજ ફિલ્મ્સની ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની આગામી ઍક્શન ફિલ્મમાં ‘સૈયારા’ સ્ટાર અહાન પાંડે લીડ રોલ કરી રહ્યો છે. હવે આ ફિલ્મ વિશે અહાને જ સ્પષ્ટતા કરી છે કે આ ઍક્શન ફિલ્મમાં તેના સિવાય પણ બીજા બે લીડ ઍક્ટર્સ હશે અને આ ફિલ્મનું શૂટિંગ બહુ જલદી શરૂ કરી દેવામાં આવશે. આ ફિલ્મમાં અહાનની સામે શર્વરી વાઘ લીડ ઍક્ટ્રેસ તરીકે જોવા મળી શકે છે, જ્યારે બૉબી દેઓલ વિલનની ભૂમિકામાં હોઈ શકે છે.
આ ફિલ્મ વિશે વાત કરતાં એક ઇન્ટરવ્યુમાં અહાન પાંડેએ કહ્યું હતું કે ‘આ અલી અબ્બાસ ઝફરની ફિલ્મ છે. મને નથી ખબર કે હું આ વિશે વધુ કહી શકું કે નહીં. હું એટલું જ કહી શકું છું કે આગામી થોડા મહિનામાં એનું શૂટિંગ શરૂ થઈ જશે. આ એક ઍક્શન ફિલ્મ છે. એમાં ૩૦ વર્ષથી ઓછી ઉંમરના ત્રણ ઍક્ટર્સ લીડ રોલમાં છે. આવું બહુ લાંબા સમયથી જોવા મળ્યું નથી.’


