અક્ષયે સોશ્યલ મીડિયા પર દીકરા માટે એક ખાસ પોસ્ટ શૅર કરી છે અને લખ્યું કે....
તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ
અક્ષય કુમાર અને ટ્વિન્કલના દીકરા આરવની ગઈ કાલે ૨૩મી વર્ષગાંઠ હતી. એ દિવસે અક્ષયે સોશ્યલ મીડિયા પર દીકરા માટે એક ખાસ પોસ્ટ શૅર કરી છે અને લખ્યું છે, ‘૨૩મી વર્ષગાંઠ મુબારક આરવ. જ્યારે હું ૨૩ વર્ષનો હતો ત્યારે હું સ્ક્રીન પર લોકોને મારવાનું શીખતો હતો. હવે રોજ તું મને હરાવે છે એ જોવું એ અજબ અનુભવ છે... પછી એ ટેક્નિક હોય, ફૅશન હોય કે ડિનર-ટેબલ પરની ચર્ચા હોય. જોતજોતાંમાં તું આટલો મોટો થઈ ગયો યાર. તું મને મારી જ સ્ટોરીમાં ગર્વિત સાથી જેવો અનુભવ કરાવે છે. લવ યુ બેટા. મારા જીવનનાં સૌથી શ્રેષ્ઠ ૨૩ વર્ષો માટે ચિયર્સ, કારણ કે આ વર્ષો મેં તારી સાથે ગાળ્યાં છે.’

