કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાનું વિવાદાસ્પદ નિવેદન
કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા
કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ ધાર્મિક ધર્માંતરણ વિશેની કમેન્ટ કર્યા બાદ રાજકીય વિવાદ શરૂ થયો હતો. તેમણે કહ્યું હતું કે ‘જો આપણા હિન્દુ સમુદાયમાં સમાનતા હોત તો કોઈ ધર્માંતરણ કેમ કરશે? જો સમાનતા હોત તો અસ્પૃશ્યતા કેમ અસ્તિત્વમાં આવી? શું આપણે અસ્પૃશ્યતા બનાવી? ઇસ્લામ, ખ્રિસ્તી ધર્મ કે કોઈ પણ ધર્મમાં અસમાનતા હોઈ શકે છે. અમે કે BJPએ કોઈને ધર્માંતરણ કરવાનું કહ્યું નહીં, પરંતુ લોકો ધર્માંતરણ કરે છે અને એ તેમનો અધિકાર છે.’
કર્ણાટક વિધાનસભામાં BJPના વિરોધ પક્ષના નેતા આર. અશોકે મુખ્ય પ્રધાન પર હિન્દુ ધર્મ પર ધ્યાન કેન્દ્રિત કરવા બદલ નિશાન સાધતાં સવાલ કર્યો હતો કે જ્યારે સમાનતાની વાત આવે છે ત્યારે તમે હંમેશાં હિન્દુ ધર્મને નિશાન બનાવો છો, ખરુંને મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા? શું તમારામાં મુસ્લિમોને સમાનતા પર સવાલ ઉઠાવવાની હિંમત છે?

