નીરજ પાંડેની આર. ડી. બર્મનની બાયોપિકમાં ફરહાન અખ્તર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અક્ષય કુમાર એક્સટેન્ડેડ કૅમિયોમાં પોતાના સસરા રાજેશ ખન્નાનું પાત્ર ભજવશે.
અક્ષય કુમાર
ડિરેક્ટર નીરજ પાંડે સંગીતકાર આર. ડી. બર્મનની બાયોપિક બનાવી રહ્યા છે. આ બાયોપિકમાં આર. ડી. બર્મનનું પાત્ર ફરહાન અખ્તર ભજવવાનો છે. હવે માહિતી મળી છે કે ફિલ્મમાં અક્ષય કુમારનો એક્સટેન્ડેડ કૅમિયો હશે અને તે આ બાયોપિકમાં પોતાના સસરા અને સુપરસ્ટાર રાજેશ ખન્નાનું પાત્ર ભજવતો જોવા મળશે.
આ ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘રાજેશ ખન્ના અને આર. ડી. બર્મનની જુગલબંદી ખાસ હતી અને મેકર્સ એને મોટા પડદા પર ફરીથી રજૂ કરવા જઈ રહ્યા છે. આ પાત્ર માટે અક્ષય કુમાર જ સૌથી યોગ્ય પસંદગી છે કારણ કે તે રાજેશ ખન્નાના પરિવારનો છે. અક્ષય રિયલ લાઇફમાં રાજેશ ખન્નાનો મોટો ફૅન છે. અક્ષયે ફિલ્મના શૂટિંગ માટે ૧૦ દિવસ આપ્યા છે અને એનું શૂટિંગ ઑક્ટોબરમાં શરૂ થવાનું છે.’
