ફિલ્મના પ્રોડ્યુસરે સ્પષ્ટ કર્યું કે લોકપ્રિય ફ્રૅન્ચાઇઝીના ચોથા પાર્ટમાં હાલમાં ચર્ચામાં આવેલા ઍક્ટર માટે કોઈ રોલ નથી
અક્ષય ખન્ના
‘ધુરંધર’માં રહમાન ડકૈતનો રોલ કર્યા પછી અક્ષય ખન્નાની લોકપ્રિયતામાં ભારે વધારો થયો છે. હાલમાં ચર્ચા હતી કે અક્ષય ખન્ના અને સૈફ અલી ખાન ‘રેસ 4’માં લીડ રોલમાં કમબૅક કરશે. જોકે હવે ફિલ્મના પ્રોડ્યુસર રમેશ તૌરાણીએ કન્ફર્મ કર્યું છે કે અક્ષય ખન્ના ‘રેસ 4’માં કામ નથી કરી રહ્યો. તેમણે સ્પષ્ટતા કરી છે કે લોકપ્રિય ફ્રૅન્ચાઇઝીના ચોથા ભાગ પર હાલમાં કામ ચાલી રહ્યું છે પણ હાલમાં અક્ષય ખન્ના માટે કોઈ રોલ નથી.
રમેશ તૌરાણીએ પોતાનો મુદ્દો રજૂ કરતાં કહ્યું હતું કે ‘અમે અક્ષયને અપ્રોચ કર્યો જ નથી. તેને માટે કોઈ સ્કોપ જ નથી. તેના પાત્રનો પહેલાંના ભાગમાં જ અંત આવી જાય છે અને તેનો ટ્રૅક ત્યાં જ પૂર્ણ થઈ જાય છે અને સ્ટોરીલાઇન એ જ રહેશે. ‘રેસ 4’ની કાસ્ટ હજી ફાઇનલ કરવામાં નથી આવી. સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.’


