આ ફિલ્મનો બીજો ભાગ ૧૯ માર્ચે ઈદના દિવસે રિલીઝ થવાનો છે
`ધુરંધર`નો સીન
અક્ષય ખન્ના, રણવીર સિંહ, સંજય દત્ત, અર્જુન રામપાલ, સારા અર્જુન અને રાકેશ બેદીને મહત્ત્વના રોલમાં ચમકાવતી ‘ધુરંધર’ બૉક્સ-ઑફિસ પર રિલીઝના ૪૬ દિવસ બાદ પણ સારો પર્ફોર્મન્સ કરી રહી છે. આ ફિલ્મનો બીજો ભાગ ૧૯ માર્ચે ઈદના દિવસે રિલીઝ થવાનો છે, જેને લઈને ફૅન્સ હમણાંથી જ ખૂબ ઉત્સાહિત છે. હવે આ બીજા ભાગના ટાઇટલ વિશે તેમ જ એના ટીઝરને સેન્સર બોર્ડ તરફથી મળેલા સર્ટિફિકેટ વિશે અપડેટ આવી છે.
રિપોર્ટ પ્રમાણે ‘ધુરંધર 2’નું નામ ‘ધુરંધર : ધ રિવેન્જ’ રાખવામાં આવ્યું છે. સાથે જ સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ ફિલ્મની સીક્વલના ટીઝરને લીલી ઝંડી આપી છે. આ ટીઝરનો સમયગાળો એક મિનિટથી વધુનો છે સાથે જ ‘A’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ ટીઝર ‘બૉર્ડર 2’ સાથે થિયેટર્સમાં બતાવવામાં આવશે. મોટા પડદા પર પ્રદર્શિત થયા બાદ તેને ડિજિટલ પ્લૅટફૉર્મ્સ પર પણ રિલીઝ કરવામાં આવશે. આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની ટક્કર યશની ‘ટૉક્સિક’ સાથે થશે.


